Pushpa 2 ના પ્રીમિયરમાં અલ્લુ અર્જુનને જોવા ભીડ બેકાબૂ, એક મહિલા સહિત બેના મોત

અલ્લુ અર્જુનની પુષ્પા 2નો ક્રેઝ સમગ્ર ભારતમાં ખુબ જોવા મળી રહ્યો છે. ત્યારે ગઈ કાલ રાત્રે હૈદરાબાદમાં RTC નજીક આ ફિલ્મનું પ્રીમિયર યોજાયું હતું. જેમાં અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્ના બંન્ને હાજર રહ્યા હતા. આ ફેવરિટ સ્ટારને જોવા માટે મોટી સંખ્યામાં લોકો પણ ત્યાં પહોંચ્યા હતા. જેના કારણે ભાગદોડ મચી ગઈ હતી. આ ભાગદોડમાં એક મહિલાનું મોત થયું હતું જ્યારે બે લોકો ઘાયલ થયા હતા. પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો.

પુષ્પા 2 ના પ્રીમિયરમાં અલ્લુ અર્જુનને જોવા ભીડ બેકાબૂ

મળતી માહિતી અનુસાર દિલસુખનગરની રહેવાસી રેવતી (39) તેના પતિ ભાસ્કર અને તેમના બે પુત્રો સાથે સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી. જ્યારે રેવતી અને તેનો પરિવાર થિયેટરમાંથી બહાર આવી રહ્યો હતો ત્યારે નાસભાગ મચી ગઈ હતી. ચાહકો અલ્લુ અર્જુનની એક ઝલક જોવા માટે થિયેટરમાં દોડી આવ્યા હતા અને લોકોને બહાર ધકેલી દીધા હતા. આ ઘટનામાં રેવતી અને તેનો પુત્ર શ્રી તેજ બેભાન થઈ ગયા હતો.

નાસભાગમાં એક મહિલા સહિત બેના મોત થયા

પોલીસ કર્મચારીઓ અને રાહદારીઓએ તરત જ રેવતી અને તેના પુત્રને CPR આપ્યું હતું. ત્યારબાદ નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. છોકરાને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેની હાલત નાજુક છે. રેવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગાંધી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. હવે સમાચાર આવી રહ્યા છે કે હોસ્પિટલમાં દાખલ વધુ એક દર્દીનું મોત થયું છે. મતલબ કે આ પ્રીમિયરમાં ફાટી નીકળેલી નાસભાગને કારણે બે લોકોએ જીવ ગુમાવ્યા છે.

Scroll to Top