અલ્લુ અર્જુન (allu arjun) ની પુષ્પા 2: ધ રૂલ બોક્સ ઓફિસ પર દરરોજ એક પછી એક રેકોર્ડ તોડી રહી છે. થોડાક દિવસોમાં ભારતની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોની યાદીમાં પ્રથમ પર આવી શકે છે. બોક્સ ઓફિસ પર દરરોજ કરોડોની કમાણી કરી રહેલી ‘પુષ્પા 2: ધ રૂલએ હવે પ્રભાસની ‘કલ્કી 2898 એડીને પાછળ છોડી દીધી છે.
સાતમાં દિવસે અત્યાર સુધી 41 કરોડ રૂપિયાની કમાણી કરી
‘પુષ્પા 2: ધ રૂલ (Pushpa 2 ) એ પેઇડ પ્રીવ્યુ સાથે પ્રથમ દિવસે 174.95 કરોડ રૂપિયાની શાનદાર ઓપનિંગ કરી હતી. ફિલ્મે બીજા દિવસે 93.8 કરોડ રૂપિયા, ત્રીજા દિવસે 119.25 કરોડ રૂપિયા અને ચોથા દિવસે 141.05 કરોડ રૂપિયાની કમાણી કરી છે. પુષ્પા 2: ધ રૂલ (Pushpa 2 ) નું પાંચમા દિવસે 64.45 કરોડ રૂપિયા અને છઠ્ઠા દિવસે 51.55 કરોડ રૂપિયાનું કલેક્શન થયું હતું. હવે સાતમા દિવસે ફિલ્મે અત્યાર સુધી 41 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.
આ ફિલ્મમાં અલ્લુ અર્જુન રશ્મિકા મંદન્ના અને ફહદ ફાસિલ લીડ રોલમાં છે
પુષ્પા 2: ધ રૂલ (Pushpa 2 ) નું નિર્દેશન સુકુમાર દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મમાં અલ્લુ અર્જુન (allu arjun) રશ્મિકા મંદન્ના અને ફહદ ફાસિલ લીડ રોલમાં છે. આ ફિલ્મનું નિર્માણ Mythri Movie Makers અને Sukumar Writings દ્વારા કરવામાં આવ્યું છે. તેનું સંગીત ટી-સીરીઝ દ્વારા આપવામાં આવ્યું છે. આ ફિલ્મ 5 ડિસેમ્બર 2024ના રોજ રિલીઝ થઈ છે. શ્રીલીલાએ ફિલ્મમાં એક આઈટમ સોંગ કર્યું છે.
બોક્સ ઓફિસ પર કુલ 686 કરોડ રૂપિયાની કમાણી કરી
‘પુષ્પા 2: ધ રૂલ (Pushpa 2 ) એ એક સપ્તાહમાં બોક્સ ઓફિસ પર કુલ 686 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ સાથે અલ્લુ અર્જુનની ફિલ્મે આ વર્ષે રિલીઝ થયેલી પ્રભાસની ફિલ્મ ‘કલ્કી 2898 એડીને પછાડી દીધી છે. કલ્કી 2898 એડીએ ભારતમાં કુલ 646.31 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. પુષ્પા 2: ધ રૂલ (Pushpa 2 ) આ આંકડો પાર કરી ચૂકી છે અને હવે તે ભારતની ચોથી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે.