અલ્લુ અર્જુનની પુષ્પા 2: ધ રૂરલ કમાણીની દષ્ટીએ આ વર્ષની સૌથી મોટી ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મની રિલીઝ પહેલા જ તેની જબરદસ્ત ચર્ચા થઈ હતી. આ ફિલ્મ હવે બોક્સ ઓફિસ પર નવા રેકોર્ડ બનાવી રહી છે. ફિલ્મે 5માં દિવસમાં અનેક રેકોર્ડ બનાવી લીધો છે. હિન્દી ભાષામાં ફિલ્મે સોમવારે 48 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ ફિલ્મનું અત્યાર સુધીનું સૌથી મોટું નોન-હોલીડે કલેક્શન છે.
ફિલ્મે 5માં દિવસમાં રેકોર્ડ બનાવ્યો
હિન્દી ભાષામાં ફિલ્મે પહેલા દિવસે 72 કરોડનો બિઝનેસ કર્યો હતો. ફિલ્મે બીજા દિવસે 59 કરોડ અને ત્રીજા દિવસે 74 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ચોથા દિવસે ફિલ્મે 86 કરોડની કમાણી કરી હતી. હવે પાંચમા દિવસે 48 કરોડની કમાણી સાથે સૌથી મોટા નોન-હોલીડે કલેક્શન તરીકે ઉભરી આવ્યું છે. ફિલ્મનું અત્યાર સુધીનું કુલ કલેક્શન 339 કરોડ થઈ ગયું છે. તમામ ભાષાઓમાં પુષ્પા 2નું પાંચ દિવસનું કુલ કલેક્શન 593.1 કરોડ રૂપિયા છે.
પુષ્પા 2નું પાંચ દિવસનું કુલ કલેક્શન 593.1 કરોડ રૂપિયા
પુષ્પા 2: ધ રૂલનું નિર્દેશન સુકુમાર દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મમાં અલ્લુ અર્જુન રશ્મિકા મંદન્ના અને ફહદ ફાસિલ લીડ રોલમાં છે. આ ફિલ્મનું નિર્માણ Mythri Movie Makers અને Sukumar Writings દ્વારા કરવામાં આવ્યું છે. તેનું સંગીત ટી-સીરીઝ દ્વારા આપવામાં આવ્યું છે. આ ફિલ્મ 5 ડિસેમ્બર 2024ના રોજ રિલીઝ થઈ છે. શ્રીલીલાએ ફિલ્મમાં એક આઈટમ સોંગ કર્યું છે.
પુષ્પાના ત્રીજા ભાગની જાહેરાત પણ થઈ ગઈ
2021માં આવેલી ફિલ્મ પુષ્પાની સિક્વલ છે. પહેલા ભાગે પણ મોટી કમાણી સાથે બ્લોકબસ્ટર થઈ હતી.હવે બીજો ભાગ પણ ધમાલ મચાવી રહ્યો છે. જ્યારે ત્રીજા ભાગની જાહેરાત પણ થઈ ગઈ છે.