Pushpa 2 Box Office Collecton: અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2 (Pushpa 2) સારી કમાણી કરી રહી છે. ફિલ્મે ત્રીજા રવિવારે જબરદસ્ત કલેક્શન કર્યું હતું. ફિલ્મે 18માં દિવસે 32 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો અને ભારતમાં ફિલ્મની કમાણી 1062 રૂપિયા પર પહોંચી ગઈ છે. આ સાથે જ ફિલ્મે બાહુબલીઃ ધ કન્ક્લુઝનના બેસ્ટ કલેક્શન (1030)નો રેકોર્ડ તોડી નાખ્યો છે.
ફિલ્મે 18માં દિવસે 32 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો
2024ની સૌથી વધુ નફો કમાનાર ફિલ્મ સ્ત્રી 2 છે જેમાં શ્રદ્ધા કપૂર લીડ રોલમાં હતી. કોઈમોઈના રિપોર્ટ અનુસાર સ્ત્રી 2નો નફો 954.3 ટકા છે. જ્યારે આ આંકડા કરતા પુષ્પા 2 ઘણી બધી પાછળ છે. પ્રેમાલુ 2024માં દક્ષિણ ભારતની સૌથી વધુ નફો કરતી ફિલ્મ રહી છે. આ કોમેડી-રોમાન્સ ફિલ્મે 745.5 ટકા નફો કર્યો છે. આટલો નફો મેળવવા માટે પુષ્પા 2 (Pushpa 2) એ 4227.5 કરોડ રૂપિયાનું બોક્સ ઓફિસ કલેક્શન કરવું પડશે.
પ્રેમાલુ 2024માં દક્ષિણ ભારતની સૌથી વધુ નફો કરતી ફિલ્મ
પુષ્પા 2 (Pushpa 2) ના તેલુગુ વર્ઝને 18 દિવસમાં 307 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. તેલુગુ વર્ઝનની કમાણીમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે ફિલ્મ બાહુબલીના તેલુગુ વર્ઝને 339 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે અને હજુ સુધી પુષ્પા તેને પાર કરી શકી નથી. જ્યારે RRR તેલુગુ વર્ઝનમાં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ છે. RRR એ 431 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો.
પુષ્પા 2નું બજેટ 500 કરોડ રૂપિયા
સુકુમારની ફિલ્મ પુષ્પા 2 (Pushpa 2) લગભગ 500 કરોડ રૂપિયાના બજેટમાં બની છે. ફિલ્મમાં અલ્લુ અર્જુન-રશ્મિકા મંદન્ના ઉપરાંત ફહદ ફાસીલ પણ મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મનો પહેલો ભાગ 2021માં પુષ્પા (Pushpa 2) ધ રાઇઝ નામથી આવ્યો હતો.