Pushpa 2 Box Office Collection Day 21: પુષ્પા 2એ તેની શાનદાર કમાણીથી સાઉથથી લઈને બોલિવૂડ (bollywood) સુધીની બોક્સ ઓફિસને હચમચાવી દીધી છે. આ ફિલ્મએ દિગ્ગજ એક્ટરોના રેકોર્ડ તોડી નાખ્યા છે.ફિલ્મ રિલીઝ થયાને લગભગ ત્રણ અઠવાડિયા વીતી ગયા છે પણ પુષ્પરાજ ઝૂકવા તૈયાર નથી.
ત્રણ અઠવાડિયા વીતી ગયા છે પણ પુષ્પરાજ ઝૂકવા તૈયાર નથી
પુષ્પા 2 ધ રૂલે (Pushpa 2) પહેલા અઠવાડિયામાં 725.8 કરોડ રૂપિયા અને બાજા અઠવાડિયામાં 264.8 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ પછી ફિલ્મે 16માં દિવસે 14.3 કરોડ રૂપિયા 17માં દિવસે 24.75 કરોડ રૂપિયા, 18માં દિવસે 32.95 કરોડ રૂપિયા,19માં દિવસે 13 કરોડ રૂપિયા અને 20માં દિવસે 14.5 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. હવે આ ફિલ્માના આંકડા 21માં દિવસની કમાણીના પ્રારંભિક આંકડા સામે આવી ગયા છે.
કૂલ ક્લેકશન 1109.85 કરોડ રૂપિયાનું થયું
Saconilcના આંકડા અનુસાર પુષ્પા 2 (Pushpa 2) એ તેની રિલીઝના 21માં દિવસે 19.75 કરોડ રૂપિયાની કમાણી કરી હતા.આ સાથે કૂલ ક્લેકશન 1109.85 કરોડ રૂપિયાનું થયું હતું. જ્યારે દેશની અન્ય ભાષાની કમાણીની વાત કર્યે તો તેલુગુમાં 316.3 કરોડ રૂપિયા,હિન્દીમાં 716.65 કરોડ રૂપિયા, તમિલમાં 55.35 કરોડ રૂપિયા, કન્નડમાં 7.48 કરોડ રૂપિયા અને મલયાલમમાં 14.07 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.ક્રિસમસ અને નવા વર્ષની રજાઓથી ફિલ્મને ઘણો ફાયદો થવાનો છે. આ સ્થિતિમાં શું ફિલ્મ 1200 કરોડથી વધુની કમાણી કરી શકે છે? હાલમાં દરેકની નજર બોક્સ ઓફિસના આંકડાઓ પર છે.
પુષ્પા 2નું બજેટ 500 કરોડ રૂપિયા
સુકુમારની ફિલ્મ પુષ્પા 2 (Pushpa 2) લગભગ 500 કરોડ રૂપિયાના બજેટમાં બની છે. ફિલ્મમાં અલ્લુ અર્જુન (allu arjun) રશ્મિકા મંદન્ના ઉપરાંત ફહદ ફાસીલ પણ મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મનો પહેલો ભાગ 2021માં પુષ્પા ધ રાઇઝ નામથી આવ્યો હતો.