Pushpa 2: પુષ્પા 2એ બોક્સ ઓફિસ પર કલેક્શનના તમામ રેકોર્ડ તોડ્યા, જાણો અત્યાર સુધીની કૂલ કમાણી

Pushpa 2 Box Office Collection Day 20: પુષ્પા 2: ધ રૂલ 5 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે રિલીઝના પહેલા જ દિવસથી બોક્સ ઓફિસ પર સાબિત કરી દીધું હતું કે તે તમામ ફિલ્મોના રેકોર્ડ તોડી નાખશે.બમ્પર ઓપનિંગ પછી પુષ્પા 2: ધ રૂલે (Pushpa 2 ) દર અઠવાડિયે કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા અને થોડા જ સમયમાં તે દેશની સૌથી મોટી ફિલ્મ બની ગઈ હતી. રિલીઝના ત્રીજા સપ્તાહમાં પણ આ ફિલ્મની કમાણીની ગતિ ધીમી નથી પડી રહી.

પુષ્પા 2એ દર્શકોના હૃદયને સ્પર્શી લીધું

પુષ્પા 2: ધ રૂલે (Pushpa 2 )  દર્શકોની ફેવરિટ ફિલ્મ બની ગઈ છે. ફિલ્મની વાર્તાથી લઈને સ્ટાર કાસ્ટ સુધી દર્શકોના હૃદયને સ્પર્શી લીધું છે. પુષ્પા 2: ધ રૂલ (Pushpa 2 ) તેની રિલીઝના ત્રીજા અઠવાડિયામાં પણ ખૂબ ટીકિટ વેચાઈ હતી.જો કે ફિલ્મની કમાણીમાં પણ ઘટાડો થયો છે. તેમ છતાં તે 10 કરોડથી વધુનો બિઝનેસ કરી રહી છે. પુષ્પા 2: ધ રૂલ (Pushpa 2 ) ની કમાણી અંગેવાત કરીયે તો બીજા સપ્તાહમાં ફિલ્મનું કલેક્શન 264.8 કરોડ રૂપિયા હતું. ફિલ્મે ત્રીજા શુક્રવારે 14.3 કરોડ રૂપિયા, ત્રીજા શનિવારે 24.75 કરોડ રૂપિયા, ત્રીજા રવિવારે રૂપિયા 32.95 કરોડ અને ત્રીજા સોમવારે 13 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

કુલ કલેક્શન હવે 1089 કરોડ રૂપિયા

સેકનિલ્કના પ્રારંભિક રિપોર્ટ અનુસાર પુષ્પા 2: ધ રૂલે (Pushpa 2 ) તેની રિલીઝના 20મા દિવસે 14.25 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.આ સાથે જ પુષ્પા 2: ધ રૂલ (Pushpa 2 ) નું 2નું અત્યારસુધીનું કુલ કલેક્શન હવે 1089 કરોડ રૂપિયા થઈ ગયું છે.

પુષ્પા 2નું બજેટ 500 કરોડ રૂપિયા

સુકુમારની ફિલ્મ પુષ્પા 2 (Pushpa 2 ) લગભગ 500 કરોડ રૂપિયાના બજેટમાં બની છે. ફિલ્મમાં અલ્લુ અર્જુન-રશ્મિકા મંદન્ના ઉપરાંત ફહદ ફાસીલ પણ મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મનો પહેલો ભાગ 2021માં પુષ્પા ધ રાઇઝ (Pushpa 2 ) નામથી આવ્યો હતો.

Scroll to Top