Pushpa 2: અલ્લુ અર્જુનની (Allu Arjun) બ્લોકબસ્ટર ફિલ્મ પુષ્પા 2 (Pushpa 2) ને રિલીઝ થયાને 17 દિવસ થઈ ગયા છે. આ ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર 16 દિવસમાં 1000 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે. હવે જ્યારે વીકએન્ડની રજાઓ આવી ગઈ છે, ત્યારે શક્ય છે કે ફિલ્મની કમાણી ફરી વધી શકે છે.જો કે છેલ્લા 2-3 દિવસમાં ઘટી હતી.હવે આ વીકએન્ડમાં બાહુબલી 2નો રેકોર્ડ પણ તૂટી શકે છે. ફિલ્મની 17મા દિવસની કમાણી સાથે સંબંધિત પ્રારંભિક આંકડાઓ પણ સામે આવ્યા છે.
Saconilc પર ઉપલબ્ધ માહિતી અનુસાર, ફિલ્મે તેની રિલીઝના એક દિવસ પહેલા 4 ડિસેમ્બરે તેના પેઇડ પ્રીમિયરથી રૂ. 10.65 કરોડની કમાણી કરી હતી. આજના કમાણીના આંકડા બપોરે 3:30 વાગ્યાના છે.
પ્રથમ દિવસ | 164.25 |
બીજો દિવસ | 93.8 |
ત્રીજો દિવસ | 119.25 |
ચોથો દિવસ | 141.05 |
પાંચમો દિવસ | 64.45 |
છઠ્ઠો દિવસ | 51.55 |
સાતમો દિવસ | 43.35 |
આઠમો દિવસ | 37.45 |
નવમો દિવસ | 36.4 |
દશમો દિવસ | 63.3 |
અગ્યારમો દિવસ | 76.6 |
બારમો દિવસ | 26.95 |
તેરમો દિવસ | 23.35 |
ચૈંદમો દિવસ | 20.55 |
પંદરમો દિવસ | 17.65 |
સોળમો દિવસ | 14.3 |
સત્તરમો દિવસ | 7.31 |
કુલ | 1012.21 |
એસએસ રાજામૌલીની બ્લોકબસ્ટર ફિલ્મ બાહુબલી 2ને રિલીઝ થયાને 7 વર્ષ થઈ ગયા છે. ભારતની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોની યાદીમાં આ ફિલ્મ હજુ પણ નંબર વન પર છે. આ ફિલ્મે ભારતમાં તમામ ભાષાઓમાં મળીને 1030.42 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. હવે પુષ્પા 2 આ સપ્તાહના અંતમાં પણ આ રેકોર્ડ તોડી શકે છે.
તમામ ભાષાઓમાં મળીને 1030.42 કરોડ રૂપિયાની કમાણી કરી
સુકુમારની ફિલ્મ પુષ્પા 2 (Pushpa 2) લગભગ 500 કરોડ રૂપિયાના બજેટમાં બની છે. ફિલ્મમાં અલ્લુ અર્જુન (Allu Arjun) રશ્મિકા મંદન્ના ઉપરાંત ફહદ ફાસીલ પણ મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મનો પહેલો ભાગ 2021માં પુષ્પા ધ રાઇઝ નામથી આવ્યો હતો.