Pushpa 2: રિલીઝ પહેલા પુષ્પા 2 એ તબાહી મચાવી, પ્રી-ટિકિટ સેલમાં તમામ રેકોર્ડ બ્રેક

અલ્લુ અર્જુન, રશ્મિકા મંદન્ના અને ફહદ ફાસિલ સ્ટાર પુષ્પા 2: ધ રૂલ બોક્સ ઓફિસ પર તબાહી મચાવવા માટે તૈયાર છે. ફિલ્મ રિલીઝ થવામાં માત્ર બે દિવસ બાકી છે અને તેનો ક્રેઝ દર્શકોમાં
ખુબ જોવા મળી રહ્યો છે. સુકુમાર દ્વારા નિર્દેશિત માસ એક્શન ડ્રામા માટેની ટિકિટો એડવાન્સ બુકિંગમાં હોટકેકની જેમ વેચાઈ રહી છે. પ્રી-ટિકિટ સેલમાં આ મૂવીએ ફાઈટર અને કલ્કી 2898 એડી જેવી બ્લોકબસ્ટર ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા છે.

ક્રેઝ દર્શકોમાં ખુબ જોવા મળી રહ્યો છે

પુષ્પા 2: ધ રૂલને 10:45 વાગ્યા સુધી (2 ડિસેમ્બર, 2024) ટોચની ત્રણ રાષ્ટ્રીય ચેન – PVRinox અને Cinepolis પર શરૂઆતના દિવસની 1 લાખ 52 હજાર 500 થી વધુ ટિકિટોનું વેચાણ થયું હતું. જ્યારે PVR આઇનોક્સ 1 લાખ 21 હજાર 500 ટિકિટના બુકિંગ સાથે પ્રી-સેલમાં મોખરે છે. સિનેપોલિસે લગભગ 31,000 ટિકિટોનું એડવાન્સ બુકિંગ કર્યું છે. આ સાથે પુષ્પા 2 એ ‘ફાઇટર’ (1.25 લાખ), ‘કલ્કી 2898 AD’ (1.25 લાખ), ‘RRR’ (1.05 લાખ), ‘દ્રશ્યમ 2’ (1.16 લાખ) જેવી ઘણી ફિલ્મોના કુલ વેચાણને પાછળ છોડી દીધી છે.

પુષ્પા 2 રાષ્ટ્રીય ચેનમાં 5 લાખ ટિકિટો વેચવાનું લક્ષ્ય

પુષ્પા 2: ધ રૂલનું અત્યાર સુધીમાં 1.55 લાખ ટિકિટો વેચીઈ છે. મંગળવારે(03/12/2024) 2 લાખ પ્રી-સેલ્સને પાર કરવાની અપેક્ષા છે. પુષ્પા 2 રાષ્ટ્રીય ચેનમાં 5 લાખ ટિકિટો વેચવાનું લક્ષ્ય રાખાયું છે. હિન્દી ભાષામાં અત્યારસુધીના 5 સૌથી ટોપ ફિલ્મ બાહુબલી 2 (6.50 લાખ), જવાન (5.57 લાખ), પઠાણ (5.56 લાખ) અને KGF ચેપ્ટર 2 (કેજીએફ)માં સૌથી વધુ કમાણી કરનારા ટોચના 5માં સામેલ છે.

ગુજરાત અને મહારાષ્ટ્રમાં પ્રી-ટિકિટ સેલમાં વધારો

પુષ્પા 2 ગુજરાત અને મહારાષ્ટ્રમાં પ્રી-ટિકિટ વેચાણમાં ખૂબ ટીકિટ વેચાઈ રહ્યું છે. ફિલ્મ અહીં શરૂઆતના દિવસે તમામ રેકોર્ડ તોડવા માટે તૈયાર છે. પુષ્પા 2 બિન-રાષ્ટ્રીય ચેનમાં પણ શાનદાર પ્રી-સેલ્સ કરી રહી છે. જેમ જેમ ફિલ્મનો રિલીઝ દિવસ નજીક આવી રહ્યો છે તેમ તેમ મુખ્ય બિન-રાષ્ટ્રીય ચેનમાં એડવાન્સ બુકિંગમાં વધારો થઈ રહ્યો છે.

Scroll to Top