રવિવારે સવારે 4 વાગ્યે ઓડિશાના Puri Rathyatra પછી ભાગદોડ મચી ગઈ હતી. આ ઘટનામાં 3 લોકોના મોત થયા હતા, જ્યારે 50 લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માત જગન્નાથ મંદિરથી લગભગ 3 કિમી દૂર ગુંડીચા મંદિરની સામે થયો હતો. ભગવાન જગન્નાથના નંદીઘોષ રથના દર્શન માટે અહીં મોટી ભીડ એકઠી થઈ હતી, જે દરમિયાન ભાગદોડ મચી ગઈ હતી. મુખ્યમંત્રી Mohan Charan Majhi એ આ ઘટના માટે માફી માંગી છે. તેમણે X પર લખ્યું છે કે, ‘હું અને મારી સરકાર ભગવાન જગન્નાથના તમામ ભક્તોની વ્યક્તિગત રીતે માફી માંગીએ છીએ. આ બેદરકારી માફ કરી શકાય તેવી નથી.’
આ પણ વાંચો – Rathyatra: 1985 ની ઘટનાએ ફરી દસ્તક દીધી!
આ ઘટના બાદ રાજ્ય સરકારે પુરીના કલેક્ટર અને એસપીની બદલી કરી. ચંચલ રાણાને નવા કલેક્ટર અને પિનાક મિશ્રાને નવા એસપી બનાવવામાં આવ્યા છે. ઉપરાંત, ડીસીપી અને કમાન્ડન્ટને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
Puri Rathyatra માં, ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાના રથ તેમના કાકીના ઘર ગુંડિચા મંદિરની સામે 9 દિવસ માટે ઉભા રહે છે. બલભદ્ર અને સુભદ્રાના રથ અહીં પહોંચી ચૂક્યા હતા. જગન્નાથ રથ મોડો પહોંચ્યો, જેના કારણે લોકોમાં તેને જોવા માટે ભીડ થઈ ગઈ. આ દરમિયાન ભાગદોડ મચી ગઈ, જેમાં ઘણા લોકો રથ નીચે પડતાં કચડાઈ ગયા. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઘટના સમયે ત્યાં પૂરતો પોલીસ દળ તૈનાત નહોતો. અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના નામ બસંતી સાહુ (36), પ્રેમ કાંતિ મહંતી (78) અને પ્રભાતી દાસ છે. તેમના મૃતદેહ પુરી મેડિકલ કોલેજમાં રાખવામાં આવ્યા છે.