Pune: મોરબી પુલ દુર્ઘટના જેવી જ ઘટના, અનેક લોકોના મોત

Pune

મહારાષ્ટ્રના Pune જિલ્લાના માવલ તહસીલમાં કુંડમાલા ગામ નજીક રવિવારે બપોરે 3:30 વાગ્યે ઇન્દ્રાયણી નદી પરનો પુલ તૂટી પડ્યો. ઘટનાસ્થળે હાજર અધિકારીઓના જણાવ્યા અનુસાર, 38 લોકો ગુમ છે. ધારાસભ્ય સુનિલ શેલ્કેએ અગાઉ દાવો કર્યો હતો કે આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે. જેમાં બાળકોનો પણ સમાવેશ થાય છે. જોકે, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને પુણે ઝોન 2 ના ડીસીપીએ 2 લોકોના મોતની પુષ્ટિ કરી છે. એનડીઆરએફ ટીમોએ 6 લોકોને બચાવ્યા છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે આ અકસ્માત ત્યારે થયો જ્યારે ઘણા લોકો નદીના જોરદાર પ્રવાહને જોવા માટે ઉભા હતા. અકસ્માત સ્થળ પુણેથી 30 કિમી દૂર છે, લોકો અહીં સપ્તાહાંતની ઉજવણી કરવા માટે આવે છે. પુણેથી કુંડમાલાનું અંતર 30 કિમી છે. આ સ્થળ મુંબઈ જતા માર્ગ પર એક્સપ્રેસ વેમાં પ્રવેશતા પહેલા સ્થિત છે. સપ્તાહના અંતે હજારો લોકો અહીં પહોંચે છે.

Pune

મુખ્યમંત્રી Devendra Fadnavis એ જાહેરાત કરી છે કે રાજ્ય સરકાર પુણે જિલ્લાના તાલેગાંવ નજીક Indrayani River પર પુલ તૂટી પડવાની ઘટનામાં જીવ ગુમાવનારાઓના પરિવારોને ₹5 લાખની આર્થિક સહાય આપશે. વધુમાં, રાજ્ય સરકાર ઘાયલોની તબીબી સારવારનો ખર્ચ પણ ઉઠાવશે.

આ પણ વાંચો – Helicopter Crash: કેદારનાથ ધામના યાત્રીઓ ફરી એકવાર મોટી દુર્ઘટનાનો શિકાર ગુજરાતી સહીત 7 લોકોના મોત

પ્રારંભિક માહિતી અનુસાર, આ પુલ પહેલાથી જ ખૂબ જ ખરાબ અને જર્જરિત હાલતમાં હતો. અકસ્માત સમયે પુલ પર તેની ક્ષમતા કરતા વધુ પ્રવાસીઓ હતા. લોકો ટુ-વ્હીલર અને મોટરસાયકલ લઈ જઈ રહ્યા હતા. આ કારણે, પુલ ભાર સહન કરી શક્યો નહીં.

Scroll to Top