Rajkot ના સાયનગર વિસ્તારમાં રહેતા PT Jadeja ના ઘરે ચાર તારીખે રાત્રિના તાલુકા પોલીસની ટીમ દોડી ગઈ હતી અને PT Jadeja ની પાસા હેઠળ અટકાયત પણ કરી હતી. એ જ રાતે તેમને અમદાવાદની સાબરમતી જેલની અંદર ધકેલી દીધા હતા. આ ઘટનામાં ક્ષત્રિય સમાજમાં ગંભીર પ્રત્યાઘાત પડ્યા હતા અને બીજી બાજુ પાંચેક દિવસ પહેલા ક્ષત્રિય સમાજના આગેવાનોએ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીની રૂબરૂ મુલાકાત લીધી હતી. પીટી જાડેજા સામે મની લોન્ડરીંગ હોય અને ધમકી અંગેના આવા અનેક કેસો જે ખોટી રીતે કરવામાં આવ્યા છે. હકીકતમાં તેમની ઉપર બે જ ગુના હોવા છતા રાજકોટ પોલીસે તેમને ટાર્ગેટ કરી અને પાસા હેઠરની કામગીરી જે કરી છે. તેની સામે ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ હતી.
સોમવારે રાજ્યના ગૃહ વિભાગે પીટી જાડેજા સામેનો પાસાનો જે હુકમ છે તે રિવોક કર્યો છે. આ વાતની પુષ્ટિ બીજું કોઈ નહી પણ તેમના પુત્ર અક્ષિતસિંહ જાડેજાએ જ કરી છે. પાસા રિવોકની હુકમ એટલે કે જે રાજ્યના ગૃહ વિભાગે જે આ હુકમ આપ્યો હતો અને આ હુકમના આધારે આજે સાબરમતી જેલમાં રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ જેલમાંથી તેમનો છુટકારો આજે આપવામાં આવી શકે છે.
આ પણ વાંચો – Kanti Amrutiya: પુત્ર પણ ગોપાલ ઈટાલિયા સામે પડ્યાં