“હવે ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ અને મહારાણા પ્રતાપજીના માર્ગે ચાલવાનો સમય આવી ગયો છે. જે પણ ગંભીર પરિણામ આવશે તમામ જવાબદારી આ સરકારની હશે. સરકારને છેલ્લું અલ્ટીમેટ 24 કલાકનું આપવામાં આવે છે. 24 કલાકની અંદર જો કોઈ ન્યાય નહી મળે તો પછી જોયા જેવી થશે, અને એની બધી જ જવાબદારી તમારી રહેશે.” આ શબ્દો છે ભાવનગરના રવિરાજસિંહ ગોહિલના.
એમનો સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. તેમાં સરકારને ચીમકી આપવામાં આવી રહી છે. હવે તમને લાગતું હશે કે સરકારને કેમ ફરી એકવાર રવિરાજસિંહ ગોહિલ એ ચીમકી આપી રહ્યા છે. આ આખી ઘટનામાં PT Jadeja ની ધરપકડને લઈને છે. ધરપકડ થયા બાદ હવે ક્ષત્રિય સમાજના આ ચહેરાઓ જે અસ્મિતા આંદોલન વખતે ખૂબ ઉભરીને આવ્યા હતા, તે હવે PT Jadeja ના સમર્થનમાં મેદાને ઉતર્યા છે.