PT Jadeja: જેલમાંથી બહાર આવી કર્યો મોટો ખુલાસો

PT Jadeja

સૌરાષ્ટ્રના ક્ષત્રિય સમાજના આગેવાન PT Jadeja કે જે છેલ્લા 15 દિવસ કરતાં પણ વધારે સમયથી અમદાવાદની સાબરમતી જેલમાં બંધ હતા. એ PT Jadeja ની સામે પાસા દાખલ કરવામાં આવી હતી જે અરજી રિવોક કરવામાં આવી. અમદાવાદ સાબરમતી જેલમાંથી પીટી જાડેજાને મુક્ત કરવામાં આવ્યા હતા. Rajkot પહોંચતાની સાથે જ પીટી જાડેજાનું ઢોલ નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.

પીટી જાડેજાના સ્વાગતમાં સમાજના આગેવાનો અને સાથે જ પરિવારના તમામ સભ્યો હાજર રહ્યા હતા. સાથે જ પીટી જાડેજાએ સમાજના આગેવાનોનો આભાર પણ માન્યો હતો. 18 દિવસના જેલવાસમાં ભોજન ન લીધા હોવાની પીટી જાડેજાએ વાત કરી હતી. પીટી જાડેજાએ કહ્યું કે આગામી દિવસોમાં પત્રકાર પરિષદ કરી તમામ વાતનો જવાબ આપીશ.

 આ પણ વાંચો – Chotila ના પ્રાંત અધિકારી H.T મકવાણાની બદલી કરાવવા ખનીજ માફિયા રાજકીય નેતાના શરણે?

Scroll to Top