Banaskantha: બનાસકાંઠા જિલ્લાના વિભાજનની જાહેરાત થતા વિરોધ,કોંગ્રેસના ધારાસભ્યએ શું કહ્યું………….

Banaskantha: રાજ્ય સરકારે ગઈ કાલે બનાસકાંઠા જિલ્લાના વિભાજનની જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ બનાસકાંઠા (Banaskantha) માંથી વાવ-થરાદને નવો જિલ્લો બનાવવાની જાહેરાત કરી હતી. સરકારની જાહેરાત બાદ સમગ્ર પંથકમાં વિરોધ જોવા મળ્યો હતો. ધાનેરાના પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલ અને કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરો આ નિર્ણયનો વિરોધ કર્યો હતો. તમને જણાવી દઈએ કે નવા જીલ્લા સાથે કેબિનેટની બેઠકમાં 9 મનપાને પણ સત્તાવાર મંજૂરી આપવામાં આવી હતી.

સમગ્ર પંથકમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો

સરકારના આ નિર્ણય બાદ સમગ્ર પંથકમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલે કહ્યું કે બનાસકાંઠા (Banaskantha) નું વિભાજન કરી વાવ થરાદ જિલ્લામાં ધાનેરાનો સમવાશ કરવો યોગ્ય નથી.ધાનેરા તાલુકાના લોકો વાવ થરાદ નહીં પરંતુ બનાસકાંઠા (Banaskantha) જિલ્લામાં રહેવાનું પંસદ કરે છે. આ ઉપારંત ધાનેરાના લોકો માટે થરાદ વધુ અનુકુળ છે. જો સરકાર ધાનેરાના લોકોની માંગ નહીં સ્વીકારે તો ભવિષ્યમાં સરકારના આ નિર્ણયનો વિરોધમાં લોકો આંદોલન પણ કરી શકે છે. જેનો ફાયદો કોંગ્રેસને થશે.

કાંકરેજ તાલુકાનો સમાવેશ બનાસકાંઠા જીલ્લામાં કરવામાં આવે

જ્યારે બીજી તરફ કાંકરેજના કોગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે પણ સરાકરના આ નિર્ણયને અયોગ્ય કહ્યો હતો.અમૃતજી ઠાકોરે માંગ કરી હતી કે કાંકરેજ તાલુકાનો સમાવેશ બનાસકાંઠા (Banaskantha) જીલ્લામાં સમાવેશ કરવામાં આવે. કાંકરેજ તાલુકાને સમાવેશ થતા વાવ-થરાદ જિલ્લામાં થતા અમૃતજીએ વિરોધ નોંધાવ્યો હતો.આ ઉપરાંત તેમણે દાવો કર્યો હતો કે સરકારે ભૌગોલિક સ્થિતિને ધ્યાને રાખ્યા વગર નિર્ણય લીધો હતો.

બનાસકાંઠાને જિલ્લાને બે ભાગમાં વહેંચવાની વર્ષો જૂની માંગ હતી

બનાસકાંઠા (Banaskantha) ના સાંસદ ગેનીબેન ઠાકોરે રાજ્ય સરકારના આ નિર્ણયને આવકાર્યો હતો.ગેનીબેને વધુમાં કહ્યું કે વો જિલ્લો અસ્તિત્વમાં આવે તે આવકારદાયક છે. બનાસકાંઠા (Banaskantha) ને જિલ્લાને બે ભાગમાં વહેંચવાની વર્ષો જૂની માંગ હતી. કોંગ્રેસ નેતા ગુલાબસિંહે કહ્યું હતું કે સરહદી વિસ્તારના ગામોને કામ માટે દૂર દૂર ધક્કા થતા હતા.આ ઉપરાંત થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબ સિંહ રાજપુતે સરકારના નિર્ણયને વધાવ્યો હતો.થરાદને હેડ ક્વાર્ટર બનાવવામાં આવે તેવી ગુલાબસિંહે માંગ કરી છે.કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે કહ્યું હતુ કે જિલ્લાની સાથોસાથ તાલુકાનું વિભાજન કરવાની જરૂર છે. કાંકરેજમાં 98 ગામ વચ્ચે માત્ર એક જ તાલુકા મથક છે.

 

Scroll to Top