વાયનાડમાં પ્રિયંકા ગાંધીનો મેગા રોડ શૉ, રાહુલ ગાંધી સાથે આ નેતા રહ્યા હાજાર

રાહુલ ગાંધીએ અમેઠી અને વાયનાડ એમ બે લોકસભા બેઠકોમાંથી વાયનાડની બેઠક ખાલી કર્યા બાદ હવે આ બેઠક પર પેટાચૂંટણી યોજાઈ રહી છે. જેને લઈને આ બેઠક ફરી હોટસીટ બની ગઈ છે. હવે આ બેઠક પર તેમની બહેન પ્રિયંકા ગાંધીએ કોંગ્રેસ વતી ઉમેદવારી નોંધાવવાની તૈયારી કરતાં આજે કોંગ્રેસ તરફથી રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાહુલ ગાંધી, રોબર્ટ વાડરા સહિત અનેક દિગ્ગજોની હાજરી જોવા મળી.

પ્રિયંકા ગાંધી સામે ભાજપે નવ્યા હરિદાસને મેદાનમાં ઉતાર્યા

2024ની લોકસભા ચૂંટણીમાં બંને બેઠકો પરથી જીત્યા બાદ રાહુલ ગાંધીએ અમેઠીને જાળવી રાખવાનો નિર્ણય કર્યો હતો. આ કારણે વાયનાડ સીટ ખાલી પડી અને ભાજપએ વાયનાડ લોકસભા પેટાચૂંટણી માટે પ્રિયંકા ગાંધી સામે નવ્યા હરિદાસને મેદાનમાં ઉતાર્યા. વ્યવસાયે મિકેનિકલ એન્જિનિયર નવ્યાએ 2007માં બી.ટેક પૂર્ણ કર્યું. તેમની સોશિયલ મીડિયા પ્રોફાઇલ મુજબ, તે કોઝિકોડ કોર્પોરેશનમાં કાઉન્સિલર છે અને ભાજપ મહિલા મોરચાના રાજ્ય મહાસચિવ તરીકે પાર્ટી માટે કામ કરે છે.

13 નવેમ્બરે મતદાન
15 ઓક્ટોબરે ચૂંટણી પંચે 48 વિધાનસભા મતવિસ્તાર અને બે સંસદીય બેઠકો માટે પેટાચૂંટણીની જાહેરાત કરી હતી. મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની સાથે આ પેટાચૂંટણીઓ બે તબક્કામાં યોજાવા જઈ રહી છે. પ્રથમ તબક્કા માટે 13 નવેમ્બરે મતદાન થશે, જેમાં કેરળની 47 વિધાનસભા સીટ અને વાયનાડ લોકસભા સીટનો સમાવેશ થાય છે.

Scroll to Top