વડાપ્રધાન નરેન્દ્ર મોદી માર્ચ મહિનાની આ તારીખે આવશે ગુજરાત

Narendra Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદી માર્ચ મહિનામાં બે વથક ગુજરાકના પ્રવાસે આવશે. તેઓ મહિનાની શરૂઆતમાં 3 માર્ચ અને ત્યારબાદ 7 અને 8 માર્ચે ફરી ગુજરાતમાં આવશે. તેઓ 3 માર્ચ દરમિયાન સાસણમાં યોજનારી નેશનલ વાઈલ્ડ લાઈફ બોર્ડની બેઠકમાં ભાગ લેશે. આ ઉપરાંત pm modi ત્રણ હજાર કરોડના પ્રોજેકટ લાયનનું લોચિંગ કરશે.

વિશ્વ મહિલા દિવસના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે

ગુજરાતમાં વધનારી સિંહોની વસતીને જોતા આ પ્રોજેકટ હેઠળ 8 સેટેલાઈટ સિંહ વસવાટ કેન્દ્રમાં નિયંત્રણ દેખરેખ અને પ્રાણીઓ માટેની હોસ્પિટલ સહિતના સુવિધાઓ ખુલ્લી મૂકશે. ત્યારબાદ તેઓ સાત માર્ચના રોજ સાંજના સમયે સુરતના લિંબાયતમાં નીલગીરી મેદાનમાં સરકારી યોજનાઓના લાભાર્થીઓને સહાય વિતરણ કાર્યક્રમમાં હાજરી આપશે. રાત્રે રોકાણ સુરતમાં જ કરી બીજા દિવસે સવારે નવસારીમાં વિશ્વ મહિલા દિવસના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

7 અને 8 માર્ચે ફરી ગુજરાતમાં આવશે

વડાપ્રઆધન મોદી વર્લ્ડ વાઈલ્ડલાઈફ ડે નિમિત્તે ગીર સોમનાથની મુલાકાત કરશે તેઓ 2 માર્ચે સાસણ ગીર પહોંચશે અને ત્યા રાત્રીરોકાણ કરશે. 3 માર્ચ વર્લ્ડ વાઈલ્ડલાઈફ ડેના દિવસે સાસણમાં નેશનલ બોર્ડ ફોર વાઈલ્ડલાઈફની બેઠક યોજાશે. આ પ્રસંગે વડાપ્રધાન સિંહ સંરક્ષણ માટે નવી યોજનાઓની જાહેરાત કરી શકે છે.

8 માર્ચની સાંજે નવસારીથી દિલ્હી જવા માટે રવાના થશે.

દરમિયાન વડાપ્રધાન મહત્વના બે કાર્યક્રમમાં હાજરી આપશે.માં સુરત અને નવસારીમાં આયોજિત કાર્યક્રમોમાં વડાપ્રધાન હાજરી આપ્યા બાદ 8 માર્ચની સાંજે નવસારીથી દિલ્હી જવા માટે રવાના થશે. મળતી જાણકારી અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 7-8 માર્ચ, 2025ના રોજ બે દિવસ માટે રાજ્યના પ્રવાસે આવશે.

 

Scroll to Top