Amreli: અમરેલીમાં શિક્ષકની હેવાનિયત પર Pratap Dudhat એ મુખ્યમંત્રીને પત્ર લખીની માંગ કરી હતી કે, મહેન્દ્ર પટેલ નામના આ શિક્ષક છેલ્લા આઠ દિવસથી બે બાળકી સાથે દુષ્કર્મ આચરતો હતો. ભારતનગરની ચાલુ શાળાએ નરાધમ શિક્ષકે બે બાળકીઓને ને દારૂ પાઇ વારંવાર દુષ્કર્મ આચર્યુ હતું. ઘટનાની જાણ થતાં વાલી વર્ગમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. વાલીની ફરિયાદ બાદ લંપટ નરાધમ શિક્ષકની પોલીસે ધરપકડ કરી લીધી છે અને આ મામલે સમગ્ર કાર્યવાહી હાથ ધરી છે. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં શિક્ષક આરોપી મહેન્દ્ર પટેલ સામે દુષ્કર્મ પોક્સો હેઠળ ગુન્હો નોંધાયો છે.નરાધમ શિક્ષકે માત્ર ધોરણ 4મા ભણતી બે બાળાઓ સાથે દુષ્કર્મ આચર્યાની આ ઘટના અમરેલીના કુંકાવાવ રોડ પર આવેલી મસ્જિદ પરીસરમા બેસતી ભારતનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતીની શાળામા બની હતી.
Amreli માં શિક્ષકની હેવાનિયત પર Pratap Dudhat એ મુખ્યમંત્રીને પત્ર લખી કાર્યવાહીની કરી માંગ
