ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર “વિસાવદર વાળી” ઘટના ટ્રેન્ડમાં આવી ગઈ છે. આ વખતે ટાર્ગેટ બન્યા છે હળવદ-ધ્રાંગધ્રાના ધારાસભ્ય Prakash Varmora. સોશિયલ મીડિયા પર લોકોએ આકરી ટીકાઓની બેટિંગ શરૂ કરી છે, અને પ્રશ્ન કર્યો છે કે “અમે મત આપ્યો છે, ઉપકાર નહીં કર્યો!”
લોકો Prakash Varmora ને Social Media પર લખ્યું છે કે ધારાસભ્ય લોકોને ફોન પર મળતા નથી, સતત ફરિયાદ છતાં જવાબદારી નથી લેતા. વીજળીની અછત, શિક્ષકોની અછત અને નકામા તંત્ર સામે લોકોનો ગુસ્સો હવે ફાટી નીકળ્યો છે. વિશેષ કરીને ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી છે. ખેતરમાં ખાતરની સમસ્યા, કેનાલમાં પૂરતું પાણી ન હોવા અને તંત્રના અનિષ્ઠ વલણ સામે પ્રજાએ લાલઆંખ કરી છે. લોકો કહે છે, “આ તો માત્ર તાયફા કરે છે નેતાઓ – જમીન પર તો કોઈ કામ નથી થતું!”
આ પણ વાંચો – BJP Gujarat: સાંસદોની કંજૂસાઈ તો જુઓ, કયા મોંઢે માગશો મત?
“વિશ્વ ગુરુ નહીં, અમારી સમસ્યા સોલ્વ કરો!”
ધારાસભ્ય અને તંત્ર યોગ દિવસ, વિશ્વ ગુરુ ભારત જેવી વાતો કરે છે, પણ સ્થાનિક સમસ્યાઓ તરફ ધ્યાન નથી દેતું – એ લોકોને ખૂબ નારાજ કરી રહ્યું છે. લોકો કહે છે: “વિશ્વ ગુરુ પછીમાં, પહેલા અમારું ગામ તો સાચવો!” વિસાવદરમાં અગાઉ એક ધારાસભ્યને લોકોએ જાહેરમાં ઘેરી લીધા હતા – તે ઘટનાને આધારે હવે લોકોએ વાર્નિંગ આપવાનું શરૂ કર્યું છે: “વિસાવદર વાળી થશે, જો કામ નહીં કરો તો!”