– રિદ્ધિરાજસીંહજી પરમાર બાપુના નવા પક્ષના અધ્યક્ષ
– 22 તારીખે અડાલજ ખાતે કાર્યલાય શરૂઆત કરાશે
– પાર્ટી કોઇ મત તોડવા માટે નથી: શંકરસિંહ વાઘેલા
ગુજરાતમાં સ્થાનિક સ્વારજની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા નવી પાર્ટી લઈને મેદાનમાં ઉતરશે. આ પાર્ટીનું નામ પ્રજા શક્તિ ડેમોક્રેટિક રાખવામાં આવ્યું છે. જેનું પાર્ટી ચિહ્ન ભાલાનું રાખવામાં આવ્યું છે. પાર્ટી 2027ની ચૂંટણી સક્રિયતાથી લડશે.
22 તારીખે અડાલજ ખાતે કાર્યલાય શરૂઆત કરાશે: બાપુ
ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા એકવાર ફરી ચૂંટણી મેદાનમાં ઉતરવાના છે. રિદ્ધિરાજસીંહજી પરમાર પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીના અધ્યક્ષ નિમણુક કરવામાં આવી છે. 22 તારીખે અડાલજ ખાતે કાર્યલાયની શરૂઆત કરવામાં આવશે. બાપુએ કહ્યું કે કોઇ પાર્ટીના મત તોડવા માટે આવ્યા નથી. ગુજરાતમાં ત્રીજી પાર્ટી ચાલતી નથી તે ભ્રમણા છે. આ પાર્ટી સારા અને ભણેલા લોકોને ટીકિટ આપશે.
2027ની ચૂંટણી અમે સક્રિયતા સાથે લડીશું: શંકરસિંહ વાઘેલા
પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી સ્થાનિક સ્વરાજની તમામ સીટો પર ચૂંટણી લડીશે. બાપુએ વધુમાં કહ્યું 2027ની ચૂંટણીમાં સક્રિયતાથી ચૂંટણી લડશું. આ પાર્ટીમાં યુવાનો, મહિલાને ખાસ તક આપવામાં આવશે. ગુજરાતના ભણેલા ગણેલા યુવાનો અને મહિલાને 2027ની વિધાનસભામાં ટીકીટ આપવાના સંકેતો આપ્યા છે. અગામી સમયમાં જ્યારે પાર્ટી નવા અધ્યક્ષની નિમણુક અને ટીકીટોની ફળવણી કરશે તે હવે જોવાનું રહ્યું