Pradip Bhakhar: પીડિતાના પતિએ વીડિયો જાહેર કરી કર્યો મોટો ખુલાસો

Pradip Bhakhar

ગુજરાતના રાજકારણમાં ગૂંજાતો વિવાદ હવે વધુ ઊંડો બનતો જઈ રહ્યો છે. ન્યૂઝ રૂમના સ્ટુડિયોમાં એક પીડિતાએ આપેલા સનસનીખેજ ઇન્ટરવ્યૂ બાદ સમગ્ર રાજ્યમાં ચર્ચાનો તોફાન ઊભો થયો છે. આ કેસમાં બગસરા તાલુકાના ભાજપ પ્રમુખ અને ભાજપના જાણીતા નેતા Pradip Bhakhar સામે ગંભીર આરોપ મૂકાયા છે. પરંતુ હવે આ મામલામાં નવો વળાંક આવ્યો છે. પીડિતાના પતિએ Pradip Bhakhar ના પક્ષમાં ખુલ્લો બચાવ કર્યો છે.

આ પણ વાંચો – Pradip Bhakhar: પીડિતાએ જવાબ આપતા કર્યા પુરાવા જાહેર

પીડિતાના પતિએ સ્પષ્ટપણે જણાવ્યું, “પ્રદીપ ભાખર તેમજ આનંદભાઈ સામે મૂકવામાં આવેલા આક્ષેપો સંપૂર્ણપણે ખોટા અને પાયા વિહોણા છે. આ એક ષડયંત્ર છે જેનું મુખ્ય ઉદ્દેશ પ્રદીપ ભાખરને બદનામ કરવાનો અને પૈસા પડાવવાનો છે.” તેમણે ઉમેર્યું કે પરિવારને ભ્રમમાં મૂકવામાં આવ્યો છે અને આખો મામલો રાજકીય અને વ્યક્તિગત હિતોને ધ્યાનમાં રાખીને ઘડાયો છે.

Scroll to Top