પ્રખ્યાત રાજકીય કાર્યકર અને નિવેદનો માટે ચર્ચામાં રહેલા Pradip Bhakhar સામે નવો વિવાદ ઊભો થયો છે. કેટલીક દિવસ અગાઉ પીડિત યુવતી દ્વારા એક વિડિયો જાહેર કરીને ગંભીર આરોપો મૂકાતા રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. પહેલા Pradip Bhakhar એ મીડિયામાં આ આરોપોને ફગાવ્યા હતા. ન્યૂઝરૂમ સાથેની વાતચીતમાં ભાખરે દાવો કર્યો હતો કે તેઓ નિર્દોષ છે અને એક ષડયંત્રનો ભોગ બની રહ્યા છે.
આ પણ વાંચો – BJP Gujarat નેતા પર દુષ્કર્મ અને ડ્રગ્સ હેરાફેરીના આરોપ
પરંતુ આજે પીડિતાએ ફરીથી પબ્લિકમાં આવીને એક વધુ વિડિયો જાહેર કર્યો છે, જેમાં તેણે Pradip Bhakhar સામે વધુ ગંભીર અને સ્પષ્ટ આરોપો મૂક્યા છે. યુવતીએ જણાવ્યું, “મારી પાસે પ્રદીપ ભાખર વિરુદ્ધ પૂરતા અને નક્કર પુરાવા છે. જરૂર પડશે તો હું કોર્ટમાં પણ રજૂ કરીશ.” આ નિવેદન બાદ સમગ્ર કેસમાં નવો વળાંક આવ્યો છે. યુવતીએ તેના આરોપોને સમર્થન આપતાં કેટલાક સ્ક્રિનશોટ્સ અને ઓડિઓ ક્લિપ્સનું પણ ઉલ્લેખ કર્યો હોવાનો દાવો કર્યો છે.