Porbandar: પોરબંદરમાં ખારવા સમાજનું આંદોલન ઉગ્ર બન્યું

Porbandar: પોરબંદરની નજીક દરીયામાં પાણી કેમીકલ વાળા પાણીમાં છોડતા સી ગ્રુપ દ્વારા સદસ્યતા અભિયાનની શરૂઆત કરી હતી. આ અભિયાન થકી પોરબંદરની નદીમાં પાણી કેમીકલ અટકાવવા માટે આ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. આ અભિયાનના વિરોધમાં QR કોડ સ્કેન કરી અભિયાનમાં જોડાવા લોકોને અપીલ કરવામાં આવી હતી.

QR કોડ સ્કેન કરી અભિયાનમાં જોડાવા અપીલ કરી

સી ગ્રુપ દ્વારા પોરબંદર (Porbandar) ના વિવિધ સમાજના લોકો આહવાન કર્યું હતુંકે, આ QR કોડ સ્કેન કરી અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી. પોરબંદર સી ના મેમ્બર નુતનબેન ગોકાણીએ જણાવ્યું હતું કે સી ગ્રુપ દ્વારા સદસ્યતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું જેમાં લોકોને જેતપુરના ઉદ્યોના પાણીની યોજના ના વિરોધમાં QR કોડ સ્કેન કરી અભિયાનમાં જોડાવા લોકોને અપીલ કરવામાં આવી હતી. QR કોડ સ્કેન કરી વેબ સાઇટના માધ્યમ થી સેવ પોરબંદર સી ને સમર્થન આપ્યું છે. જેતપુર ના ઉદ્યોગોનું પાણી પોરબંદર (Porbandar) ના સમુદ્રમાં છોડવાની યોજના રદ કરવા માટે માછીમારો સહિત સામાજિક આગેવાનો તથા ખેડૂતો દ્વારા પણ મહેનત કરવામાં આવી રહી છે.

ખેડૂતો અને પોરબંદરના રહેવાસીને મોટા પાયે નુકસાન

આગામી દિવસોમાં જેતપુરના ઉદ્યોગનું પાણી પોરબંદરના સમુદ્રમાં છોડવામાં આવશે તો માછીમારો, ખેડૂતો અને પોરબંદર (Porbandar) ના રહેવાસીને મોટા પાયે નુકસાન થવાનું છે. માછીમારો તથા સામાજિક આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ યોજના રદ નહીં કરવામાં આવે તો આવનારા દિવસોમાં પોરબંદર (Porbandar) ની જનતા સહિત માછીમાર સમાજ અને સામાજિક સંસ્થાઓ દ્વારા આકરો વિરોધ કરવામાં આવશે.

Scroll to Top