Gujarat : ભાજપમાં અત્યારે શહેર અને જિલ્લા પ્રમુખોની વરણી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં પ્રથમ તબબકામાં લગભગ 8 જેટલા જિલ્લા પ્રમુખને રિપીટ કરાયા હતા જયારે હવે બાકી રહેલા કેટલાક પ્રમુખોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં સૌથી વધુ અત્યારે પોરબંદરની થઇ રહી છે. કેમકે અહીંયા કોઈએ વિચાર્યું પણ ના હતું કે પોરબંદરના શહેર પ્રમુખ સાગર મોદી બનશે અને સાગર મોદીનું નામ જાહેર થતાં જ અનેક વાતો વહેવા લાગી.
કેમ અચાનક સાગર મોદીના નામની ચર્ચાઓ
જ્યારે સેન્સ પ્રક્રિયા લેવાઈ રહી હતી ત્યારે અનેક લોકોએ પોરબંદર માંથી ભાજપની સેન્સ પ્રક્રિયામાં ભાગ લીધો હતો. પરંતુ સાગર મોદી ત્યારે દાવેદારી કરી હતી નહિ. પરંતુ નામ જાહેર થયું તો તે શહેર પ્રમુખનું નામ હતું સાગર મોદી અનેક લોકો વિચારતા હતા કે આવું કેમ થયું ? આ ખેલ કોને પાડી દીધો ? તો આજે અમે તમને આ ખેલની વાત કરાવી છે. કે જેમને સેન્સ પ્રક્રિયામાં ભાગ લીધો ત્યારે આ નામ હતું પણ નહિ તેમ છતાં આ નામ કેમ આ ચર્ચા સમગ્ર પોરબંદરમાં શરુ થઇ ગઈ. પોરબંદર ભાજપના મહામંત્રી અશોક મોઢાએ જે પેનલ તૈયાર કરી હતી તેમાં ત્રણ નામો મોકલ્યા હતા. તેમાં પહેલું નામ હતું વર્તમાન પ્રમુખ પંકજ મજીઠીયા નું બીજું નામ હતું લકીરાજ વાળા નું હતું અને ત્રીજું નામ હતું હર્ષ ગોહિલ નું હતું. આ ત્રણમાંથી એક પ્રમુખ બને તેવી શક્યતાઓ છે તે દેખાઈ રહી હતી. પરંતુ છેલ્લી ઘડીએ કોને ખેલ પાડ્યું એ નથી ખબર પરંતુ જ્યારે જિલ્લા પ્રમુખની પણ સેન્સ લેવાય ત્યારે જિલ્લા પ્રમુખે આ ત્રણ નામ આપ્યા હતા પરંતુ ચાર દિવસ પહેલા જિલ્લા પ્રમુખને ફોન આવે છે અને આખું નામ બદલાઈ જાય છે. તો ચર્ચા આ પોરબંદરના રાજકારણમાં થવાની જ હતી અને તે શરુ પણ થઇ ગઈ.
પોરબંદરમાં પડદા પાછળ કોણ કરી ગયું સૌથી મોટો ખેલ
હવે અમે તમને વાત કરવાના છીએ કે આ ખેલ કોને પાડી દીધો. ત્યારે અમારી પાસે જે સમાચાર છે તે સમાચાર પ્રમાણે પોરબંદર જિલ્લા ભાજપના પ્રભારી અને ભાજપના નેતા પ્રદીપ ખીમાણી સાગર મોદીને તેના પરિવાર સાથે ખૂબ ગરબો ધરાવે છે. અને સાથે જયારે સાગર મોદીનું નામ જાહેર થયું ત્યારે સૌથી પહેલી પોસ્ટ પ્રદીપ ખીમાણીએ અભિનંદન અપાતો ફોટો પણ શેર કર્યો હતો. એટલા માટે જ આ ખેલ પાડવા પાછળ પોરબંદર જિલ્લાના પ્રભારી પ્રદીપ ખીમાણીનું નામ સામે આવ્યું હોય તેવું અમારા સૂત્રોનું માનવું છે.
કોને કોને નવા મંડલ પ્રમુખને અભિનંદન આપ્યા
ટૂંક સમય પહેલા જ દિલ્હી ખાતે સાગર મોદીની મનસુખ માંડવીયા સાથે પણ મુલાકાત થઈ હતી અને ત્યારથી જ પોરબંદર અને ત્યાંના રાજકારણમાં ચર્ચાઓ હતી કે સાગર મોદીને પ્રમુખ બનાવશે પરંતુ મૂળ મુખ્ય ગ્રુપના ન ગણાતા અને અને બોખીરીયા ગ્રુપના નેતા સરજુ કારિયા જ્યારે પોરબંદર નગરપાલિકાના પ્રમુખ હતા. ત્યારે સાગર મોદીએ સરજુ કારિયા સામે બાયો ચડાવી હતી અને મામલો હાઇકોર્ટ સુધી અને ગુજરાત સરકાર અને CR પાટીલ સુધી પણ પહોંચ્યો હતો. ત્યારે હવે કઈ રીતે ખેલ પડી ગયો તે તો ખબર નથી પરંતુ પોરબંદરમાં એવો ઈતિહાસ રચાયો કે યુવા મોરચાના પ્રમુખથી સીધું જ શહેર પ્રમુખનું પ્રમોશન મળ્યું અને સાગર મોદી અને હાલ તો અર્જુન મોઢવાડિયા હોય કે બાબુ બોખરિયા હોય આ તમામ લોકો શુભેચ્છાઓ આપી રહ્યા છે. પરંતુ શુભેચ્છાની વચ્ચે એક ચર્ચા છે કે સાગર મોદીના અચાનક પ્રમોશન ખીમાણીના આશીર્વાદથી જ મળ્યું કે કેમ ? તમને શું લાગે છે ?