Porbandar: ન્યૂઝરૂમના સાથે અભદ્ર વર્તન કરનાર લાંચ લેતા ઝડપાયો

Porbandar

Porbandar જિલ્લામાં આજે એન્ટી કરપ્શન બ્યૂરો (ACB) દ્વારા મોટા પાયે કાર્યવાહી કરવામાં આવી છે, Porbandar માં નાયબ પર્યાવરણ ઇજનેર રાજેશ ચૌહાણને લાંચ લેતા રંગે હાથ ઝડપવામાં આવ્યા છે. આ ઘટનાએ સરકારે કરપ્શન વિરૂદ્ધની જંગમાં વધુ એક મહત્વપૂર્ણ સફળતા હાંસલ કરી છે. જાગૃત નાગરિકે ACB ને ફરિયાદ કરી હતી કે એક ખાનગી ડેરીમાંથી ખામી ન કાઢવા માટે ઈજનેર રાજેશ ચૌહાણે લાંચની માંગણી કરી છે. ફરિયાદને ગંભીરતાથી લઈ ACB ટીમે પોરબંદર નજીક ફંદો ગોઠવી અને ચૌહાણને રૂપિયા 1.25 લાખની રકમ સાથે પકડી પાડ્યા હતા.

આ પણ વાંચો – Vatsal Hospital: ડોક્ટર સામે ગંભીર બેદરકારીના આક્ષેપ

મહત્વપૂર્ણ છે કે આ અધિકારીના વિરુદ્ધ ૨૪ એપ્રિલે પણ વિવાદ સર્જાયો હતો, જ્યારે Newz Room Gujarat ના પત્રકાર પ્રદૂષણ અંગે માહિતી લેવા માટે ગયા ત્યારે રાજેશ ચૌહાણે તેમને ધક્કો માર્યો અને દાદાગીરી વર્તી હતી. ત્યારબાદ પત્રકાર પરિસરમાં સઘન રોષ ફેલાયો હતો. ન્યૂઝ રૂમ દ્વારા આ અંગે રિપોર્ટિંગ થતાં, લોકોમાં ઉગ્ર વિરોધ થયો અને આખરે ACB સુધી મામલો પહોંચ્યો. હવે આ લાંચિયા અધિકારીની ધરપકડ થતાં પત્રકાર અને સામાન્ય નાગરિકો બંનેમાં ન્યાયની લાગણી વ્યક્ત થઈ રહી છે.

Scroll to Top