Porbandar: કાંધલ જાડેજાની રાજકારણ બાદ આ ક્ષેત્રમાં એન્ટ્રી

– પોરબંદરમાં ઔધોગિક ક્ષેત્રે કાંધલ જાડેજાની એન્ટ્રી
– વનાણા ઇન્ડસ્ટ્રીયલ એસો.ના કાંધલ જાડેજા બન્યા ચેરમેન
– 2012 થી કાંધલ જાડેજા સક્રિય રાજકારણમાં

Porbandar: પોરબંદરના કૂતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાને મોટી જાવબદારી મળી છે. કાંધલ જાડેજા (Kandhal Jadeja) ને પોરબંદરની વનાણા ઇન્ડસ્ટ્રીયલ એસો.ના ચેરમેન બનાવવામાં આવ્યા છે. કાંધલ જાડેજા (Kandhal Jadeja) ની ઔધોગિક ક્ષેત્રે એન્ટ્રી થતા અનેક લોકોને રાહત થઈ છે. કાંધલ જાડેજા (Kandhal Jadeja) આવતા પોરબંદરમાં નવી ઇન્ડસ્ટ્રી આવશે તેવી આશા વ્યકત કરવામાં આવી છે. જ્યારે વનાણા GIDCમાં અનેક સમસ્યા રહેલી છે. જાડેજા (Kandhal Jadeja) સામે આ ઇન્ડસ્ટ્રીને આગળ લઈ જવા માટે અનેક નવા કામ કરવા પડશે.

વનાણા ઇન્ડસ્ટ્રીયલ એસો.ના કાંધલ જાડેજા બન્યા ચેરમેન

કાંધલ જાડેજાની ઔધોગિક ક્ષેત્રે એન્ટ્રી થતા નવા ઉધોગ આવવાની સંભાવના રહેલી છે.જીલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ઔધોગિક ક્ષેત્રે પછાત હતું. પરંતુ હવે કાંધલ જાડેજા (Kandhal Jadeja) ના આવવાથી અનેક આછાના કિરણો દેખાઈ રહ્યા છે. તેમની વનાણા ઇન્ડસ્ટ્રીયલના ચેરમેન બન્યા છે. આ ઇન્ડસ્ટ્રીમાં અનેક સમસ્યા સમસ્યા જોવા મળી છે. કાંધલ જાડેજા (Kandhal Jadeja) ના માંથે આ GIDCમાં નવા નવા ઉધોગો સ્થાપવાની અને તેનો વિકાસ કરવાની જવાબદારી રહેલી છે. જેનાથી સામાન્ય લોકોને રોજગારી મળી રહે. તથા જીલ્લાનો વિકાસ ખુબ સારો થાય.

2012 થી કાંધલ જાડેજા સક્રિય રાજકારણમાં

તમને જણાવી દઈએ કે કાંધલ જાડેજા (Kandhal Jadeja) 2012થી રાજકારણમાં સક્રિય છે. તેઓ 2012 અને 2017માં NCP માથી ટિકિટ મળતા ધારાસભ્ય પણ બન્યા હતા.પંરતુ 2022ની વિધાનસભામાં NCP માંથી ટિકીટ ન મળી હતી. સમાજવાદી પાર્ટી માંથી ટિકીટ મળતા 2022માં ફરી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.હવે તેઓ સક્રિય રાજકારણ સાથે કાંધલની હવે ઔધોગિક ક્ષેત્રે પણ એન્ટ્રી થઈ છે.

 

Scroll to Top