-
Porbandar ના રાજકારણમાં મોટો ભૂંકપ સર્જાયો
-
ધારાસભ્ય કાંધલ જાડેજા (Kandhal Jadeja) ના કાકી હીરલબા (Hiralba Bhura Munja Jadeja)ની ધરપકડ
Porbandar News : પોરબંદરના રાજકારણમાં મોટો ભૂંકપ સર્જાયો છે. મળતા અહેવાલ પ્રમાણે ધારાસભ્ય કાંધલ જાડેજા (Kandhal Jadeja) ના કાકી અને કુતિયાણના પુર્વ ધારાસભ્ય ભુરા મુંજા જાડેજાના પત્ની હિરલબા જાડેજાની ધરપકડ કરવામાં આવી છે. હાર્બર મરીન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાતા ધરપકડ કરાઈ.
મૂળ પોરબંદર જિલ્લાના અને હાલ ઇઝરાયેલ રહેતી મહિલાના વીડિયો બાદ હાર્બર મરીન પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. લીલુ ઓડેદરા નામની મહિલા દ્વારા હિરલબા જાડેજા (Hiralba Bhura Munja Jadeja) વિરુધ્ધ આક્ષેપ કરાયા હતા. મહિલાને મોટું લેણું હોય અને તેની ઉઘરાણી માટે પતિ અને પુત્ર પાસે પૈસાની માગણી કરાતી હોવાનો વીડિયોમાં ઉલ્લેખ કરાયો છે.
લીલુ ઓડેદરાએ વીડિયોમાં તેના પતિ અને પુત્રને હિરલબાએ તેમના બંગલે રાખ્યા હોવાના આક્ષેપ કરાયા હતા. હિરલબાના માણસો તેમના પતિ અને પુત્રને રાત્રે ઉઠાવી તેમના બંગલે લઈ ગયા હોવાની રજુઆત ફરિયાદમાં કરી હતી. વીડિયો દ્વારા ‘ઘરનાને બચાવી લ્યો’ તેવી અપીલ મહિલાએ કરી હતી. હિરલબા તથા હિતેશ ઓડેદરા સહિત અન્ય લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો છે.
હીરલબા અને લીલુબેન નામની મહિલા વચ્ચેનો ઓડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો, જેમાં હીરલબા લીલુબેન પાસે ઉઘરાણી કરતાં સંભળાય છે. આ ઓડિયોમાં લીલુબેનના સગીર પુત્ર અને પતિના અપહરણની ઘટના દરમિયાનની વાતચીતનો પણ સમાવેશ છે, જેમાં રૂપિયાની ચુકવણી અંગે ચર્ચા થયાનું સામે આવ્યું છે. આ ઓડિયોમાં પિતા-પુત્ર અને અન્ય વ્યક્તિઓની સંડોવણી પણ શામેલ છે.
હાર્બર મરીન પો.સ્ટે.પોરબંદર ગુ.ર.નં. પાર્ટ એ – ૧૧૨૧૮૦૧૮૨૫૦૧૪૬ /૨૦૨૫ બી.એન.એસ.કલમ-ક.૩૦૮ (૫),૧૪૦(૩),૧૪૨,૧૧૫(૨),૩૫૧(૩),૧૨૦(૧),૧૨૭(૪), ૩૨૯(૩),૩(૫), મુજબ ફરીયાદી ભનાભાઇ અરજણભાઇ ઓડેદરા ઉ.વ.64 ધંધો-માળી તરીકે રહે.કુછડી ગામ,ગૌશાળાની બાજુમાં તા.જી. પોરબંદર
આરોપી:-(1) હીરલબા વા/ઓ ભુરાભાઇ મુંજાભાઇ જાડેજા રહે. સુરજ પેલેસ પોરબંદર તથા (2) હિતેષ ભીમાભાઇ ઓડેદરા તથા (3) વિજય ભીમાભાઇ ઓડેદરા રહે.બંને જયુબેલીથી ખાપટ જતા રસ્તા નજીક પોરબંદર તથા અન્ય ચારથી પાંચ અજાણ્યા ઇસમો
ફરિયાદની વિગતઃ
મહિલાએ ફરિયાદમાં જણાવ્યું કે, આ કામના આરોપીઓએ રાત્રીના ફરી.ના ઘરે અજાણ્યા ચાર થી પાંચ આરોપીઓ એ ગ્રૃહ અપ પ્રવેશ કરી ફરી. તથા સાહેદોનુ અપહરણ કરી ફરી.ની દિકરીએ લીધેલ સીત્તેર લાખ રુપિયા કઢાવવા સારુ આરોપી (1) ના બંગલે લઇ જઇ આરોપી નં (1) ની સામે આરોપી નં (2) તથા (3) નાએ ફરી.ની દિકરી સાથે ફરી.તથા તેના જમાઇની વીડીયોકોલમાં વાત કરાવી રુપિયા કઢાવવા માટે દબાણ કરી ફરી.તથા સાહેદોને જમીન, કમાન, પ્લોટ,દાગીના વિગેરે આપી દેવા દબાણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપી નં (2) નાએ બળજબરીથી ફરી.પાસેથી અલગ-અલગ કુલ-11 કોરા ચેકમાં સહી કરાવી લઇ લીધેલ તેમજ આરોપી નં (3) નાએ ફરી.ની દિકરીની મરણજનાર દિકરીની નિશાની માટે રાખેલ હાથમાં પહેરવાનો દોઢ તોલાનો સોનાનો બેરખો તથા આશરે અડધા-પોણા તોલાનો ચેઇન એમ આશરે દોઢેક લાખના દાગીના લઇ ફરી.તથા ફરી.ના જમાઇને સતર દિવસ સુધી તથા ફરી.ની દિકરીના દિકરા રણજીતને બાર દિવસ સુધી બળજબરીથી સીત્તેર લાખ રુપિયા કઢાવી લેવા માટે આરોપી નં (1) ના બંગલે ગોંધી રાખી ગુન્હો કર્યા બાબત