Porbandar: MLA કાંધલ જાડેજાના કાકી હિરલ બાની તબિયત લથડી, ICUમાં કરાયા દાખલ

Porbandar hiralba jadeja health deteriorates during police remand

Porbandar News: પોરબંદરમાં ખંડળી અને અપહરણ કેસમાં ધરપકડ કરવામાં આવેલા કુતિયાણાના MLA કાંધલ જાડેજા (Kandhal Jadeja) ના કાકી હીરલબા જાડેજા (Hiralba Jadeja)ની તબિયત લથડી છે. પોલીસે પોરબંદર ભાવસિંહજી હોસ્પિટલમાં હીરલબા જાડેજાને ખેસેડયા છે.

પોરબંદર (Porbandar) ના મહેર જ્ઞાતિના અગ્રણી અને કુતિયાણાના ધારાસભ્ય (Kutiyana MLA ) કાંધલ જાડેજાનાં કાકી અને પૂર્વ ધારાસભ્ય ભૂરા મુંજા જાડેજાની પત્ની હીરલબા જાડેજા સામે ગંભીર આરોપો સાથે પોલીસ ફરિયાદ નોંધાયા બાદહાર્બર મરીન પોલીસે મંગળવારે મોડી સાંજે કાંધલનાં કાકી હીરલબા જાડેજાની ધરપકડ કરી હતી.

કુછડી ગામની અને હાલ ઇઝરાઇલ ખાતે રહેતી લીલુબેન ઓડેદરા (Liluben Odedara) નામની મહિલાએ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઇરલ કરીને મદદ માગી હતી. જેમાં મહિલાએ આરોપ લગાવ્યો હતો કે આરોપીઓએ ફરિયાદી સહિત 3 લોકોનું ​​​​​​ અપહરણ કરીને 17 દિવસથી હીરલબાના બંગલામાં ગોંધી રાખ્યા હતા.

આ બનાવમાં પોલીસે ભનાભાઇ અરજણભાઇ ઓડેદરાની ફરિયાદના આધારે હાર્બર મરીનની પોલીસ સ્ટેશનમાં હીરલબા જાડેજા તથા હિતેશ ભીમાભાઇ ઓડેદરા તથા વિજય ભીમાભાઇ ઓડેદરા તથા અન્ય ચારથી પાંચ અજાણ્યા ઇસમો સામે ફરિયાદ નોંધી છે.

હિરલબા જાડેજા સહિતના આરોપી સામે પોલીસ ફરીયાદ નોંધાયા બાદ તેમની ધરપકડ કરવામા આવી હતી અને રીમાન્ડની માંગણી સાથે અદાલતમાં રજુ કરવામાં આવતા હિરલબા જાડેજાના બે દિવસના રીમાન્ડ મજુર કરવામાં આવ્યા છે જયારે અન્ય આરોપી હિતેષ ભીમા ઓડેદરાના ચાર દિવસના રીમાન્ડ મંજૂર થયા હતા

હિરલબાની પોલીસ રિમાન્ડ દરમિયાન તબિયત લથડી જતાં પોરબંદર ભાવસિંહજી હોસ્પિટલમાં (Bhavsinhji Hospital) હીરલબા જાડેજાને ખેસેડયા છે. હિરલબાને ચેસ્ટ પેઇન વધી જતાં તબીબી સારવાર હેઠળ હાલ ઇમરજન્સી વોર્ડમાં રાખવામાં આવ્યા છે.


WhatsApp Channel


You Can also Follow us on Social Media
Youtube  | Facebook | Instagram | X (Twitter) | WhatsApp
Scroll to Top