Pope Francis | ખ્રિસ્તી સંપ્રદાયના સર્વોચ્ચ ધર્મગુરુ પોપ ફ્રાન્સિસનું 88 વર્ષની વયે નિધન

Pope Francis, the highest religious leader of the Christian denomination, has died at the age of 88.

Pope Francis Passes Away: કૅથલિક ખ્રિસ્તી ધર્મગુરુ પોપ ફ્રાન્સિસ(Pope Francis)નું 88 વર્ષની વયે ઇટાલીના વેટિકન સિટીમાં અવસાન થયું છે.વેટિકન સિટી(Vatican City) તરફથી નિવેદન જારી કરીને કાર્ડિનલ કેવિન ફેરેલે તેમના નિધનની જાણકારી આપવામાં આવી. પોપના નિધનને કારણે વેટિકન સિટીમાં 9 દિવસના શોકની ઘોષણા કરવામાં આવી છે.આ સમાચારથી વિશ્વભરના 1.4 અબજ કૅથલિક ખ્રિસ્તી(Catholic Christian)ઓ શોકમાં ડૂબી ગયા છે.પોપે સ્થાનિક સમય મુજબ સવારે 7:35 વાગ્યે અંતિમ શ્વાસ લીધા.

કૅથલિક ચર્ચના મુખ્ય મથક વેટિકન દ્વારા જણાવ્યા મુજબ,88 વર્ષીય પોપ ફ્રાન્સિસને 14 ફેબ્રુઆરીએ ડબલ ન્યુમોનિયાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.તેમને ન્યુમોનિયા ઉપરાંત ફેફસાનો ચેપ પણ થયો હતો.તેઓ 5 અઠવાડિયા સુધી હોસ્પિટલમાં રહ્યા.તેમના બ્લડ ટેસ્ટ રિપોર્ટમાં કિડની ફેલ થવાનાં લક્ષણો જોવા મળ્યા હતા અને પ્લેટલેટ્સ પણ ઓછા હતા.તેમને બ્રોન્કાઇટિસ રોગ પણ થયો હતો.ઈસ્ટરના અવસરે,20 એપ્રિલે રવિવારે તેમણે તેમનો છેલ્લો સંદેશ આપ્યો હતો.

પોપ ફ્રાન્સિસ રોમન કૅથલિક ચર્ચના પ્રથમ લૅટિન અમેરિકન મૂળના પોપ હતા.2013માં તેઓ કૅથલિક ખ્રિસ્તીઓની હાજરીમાં રોમન કૅથલિક ચર્ચના 266મા પોપ બન્યા હતા. તેઓ પોપ બેનિડિક્ટ 16ના ઉત્તરાધિકારી હતા.અર્જેન્ટિનાના વતની પોપ ફ્રાન્સિસ વિશ્વભરમાં યુદ્ધવિરોધી વલણ માટે જાણીતા હતા.છેલ્લા 1000 વર્ષમાં તેઓ કૅથલિક ધર્મગુરુ બનનાર પ્રથમ ગૈર-યુરોપીય પાદરી હતા.

પોપ ફ્રાન્સિસનો જન્મ 17 ડિસેમ્બર 1936ના રોજ અર્જેન્ટિનાના ફ્લોરેન્સ શહેરમાં થયો હતો.તેમનું અસલ નામ જોર્જ મારિયો બર્ગોગ્લિયો હતું. તેમના દાદા-દાદી તાનાશાહ બેનિટો મુસોલિનીથી પોતાનો જીવ બચાવવા ઇટાલી છોડીને અર્જેન્ટિના ગયા હતા.પોપનું બાળપણ અર્જેન્ટિનાની રાજધાની બ્યુનસ ઍરેસમાં વીત્યું હતું. તેઓ સોસાયટી ઑફ જીસસ (જેસુઇટ્સ)ના સભ્ય બનનાર પ્રથમ પોપ હતા અને અમેરિકી ખંડમાંથી આવનાર પ્રથમ પોપ હતા.પોપ તરીકેના કાર્યકાળ દરમિયાન તેમણે વિશ્વભરના 60થી વધુ દેશોની મુલાકાત લીધી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi)એ પોપ ફ્રાન્સિસના નિધન પર શોકની લાગણી વ્યક્ત કરી છે.તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’પર પોસ્ટ કરીને લખ્યું કે,’પોપ ફ્રાન્સિસના નિધનથી મને ખૂબ જ દુઃખ થયું છે.આ દુઃખની ઘડીમાં વિશ્વભરના કેથલિક સમુદાય પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના.પોપ ફ્રાન્સિસને વિશ્વભરના લાખો લોકો હંમેશા કરુણા, નમ્રતા અને આધ્યાત્મિક હિંમતના પ્રતીક તરીકે યાદ રાખશે.’


WhatsApp Channel


You Can also Follow us on Social Media
Youtube  | Facebook | Instagram | X (Twitter) | WhatsApp
Scroll to Top