ચિરાગ રાજપુત ડાયરેક્ટર કાર્તિક પટેલ, સંજય પટોલિયા અને રાજશ્રી કોઠારીએ ભેગા મળીને ખ્યાતી હોસ્પિટલના નામે લોકોને મારવાનું ચાલતું હતું. ડૉ.પ્રશાંત વજીરાણી નિર્દોષ ગરીબ દર્દીઓને ખોટા રીપોર્ટ આપી સર્જરીઓ કરતા બે નિર્દોષ દર્દીઓના મોત નિપજવા છે. આ મોતકાંડ મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની તપાસ ટીમ દરરોજ બે – ચાર કલાક ખ્યાતી હોસ્પિટલ અને આનંદનગરના કિલનિકમાં રિમાન્ડ પર રહેલા ડૉ.પ્રશાંતને લઈ જઈને આંટાફેરા મારીને પરત આવી જઈ રહી છે. મહત્વની વાત તો એ છે કે બનાવના દિવસે જ સીઈઓ વિરલ રાજપુત હોસ્પિટલમાં હાજર હોવા છતાય પોલીસ અધિકારીઓને તેના પર વોચ રાખવાના બદલે સેફ પેસેજ પુરો પાડયો હતો અને હવે આ જ પોલીસ અધિકારીઓ સીઈઓ સહિતના ને ફરાર બતાવી રહી છે.
ત્રણ ટીમની રચના કરાઈ
પાંચ દિવસ સુધી પોલીસના આ શંકાસ્પદ કામગીરીની ખુલી જતા પોલીસ કમિશનરે તાત્કાલિક અસરથી સમગ્ર તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપી દીધી છે.આ અંગે
કાઇબ્રાન્ચ ડિસીપી અજીત રાજીપણે જણાવ્યુ કે, હાલમાં ત્રણેય ફરિયાદો અંગે ત્રણ ટીમની રચના કરાઈ છે. ડૉ. પશાંતની પૂછપરછ પણ સોમવાર સાંજે કરી હતી. આ ઉપરાંત વોન્ટેડ આરોપીઓને પકડવા માટે પાસપોર્ટ ઓફિસમાંથી વિગતો મેળવી છે અને ટેક્નિકલ ટીમને પણ કામે લગાડી છે. તપાસ દરમ્યાન આરોગ્ય વિભાગની ટીમને પણ જોડાશે. જેથી મેડિકલને લગતી ટેક્નિકલ બાબતોમાં કાઇમ બાન્ચને સરળતા રહે.
ડો.પ્રશાંતે ભગવત ગીતા હાથમાં લીધી
ડો.પ્રશાંતને મોડે મોડે મરેલી આત્મા જાગી, ઘરેથી ભગવત ગીતા મંગાવી ખ્યાતિ હોસ્પિટલના મુખ્ય કર્તાહર્તાઓ ફરાર થઈ ગયા છે અને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના હાથે એક માત્ર આરોપી ડો. પ્રશાંત વાજીરાણી ઝડપાઈ ગયો છે. હવે પોલીસ લોકઅપમાં ડૉ. પ્રશાંતને કંટાળો આવતો હોવાથી પોલીસને કહીને પત્ની પાસેથી ભગવતગીતા મંગાવીને વાંચન કરી રહ્યો છે. આ પરથી સ્પષ્ટ થાય છે કે, દર્દીના હૃદય ચિરનારો ડૉ.પ્રશાંતને મોડે મોડે મરેલી આત્મા જાગી છે અને હવે હાથમાં ઓપરેશનના સાધનોના બદલે ભગવત ગીતા હાથમાં લેવી પડી છે.
ડૉ.પ્રશાંત વજીરાણીએ 4 વર્ષમાં ડૉ.પ્રશાંતે 7 હજારથી વધુ સર્જરી
ડૉ.પ્રશાંત વજીરાણીએ 42 દિવસમાં 221 લોકોની એન્જિયૉગ્રાફી અને એન્જિયૉપ્લાસ્ટી કરી છે. ડૉક્ટરની આ રીતેની બેદરકારીથી દર્દીઓનો જીવ જોખમમાં મુકાયા છે. આ ડૉક્ટરે ગત ઓક્ટોબર મહિનામાં 166 દર્દીઓની એન્જિયૉગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરી હતી, અને નવેમ્બરમાં 55 દર્દીઓની એન્જિયૉગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કર્યાનો પર્દાફાશ થયો છે. છેલ્લા 4 વર્ષમાં ડૉ.પ્રશાંતે 7 હજારથી વધુ સર્જરી આરોપ લાગ્યો છે.