Chaitar Vasava: ધારાસભ્ય ચૈતર વસાવાની પોલીસે કરી અટકાયત, જાણો સમગ્ર મામલો

  • બ્લાસ્ટમાં મૃત્યુ થયેલ વ્યકિતના પરિવારોને વળતર અપાવ્યુ એ ગુનો કર્યો છે ?
  • ભાજપ ના નેતાઓ ના ઇશારે પોલીસ અધિકારીઓ એ જાતે અરજદાર બની 2 FIR કરે છે
  • ધારાસભ્ય ચૈતર વસાવા ને હાલ પોલીસે નવાગામ(દેડી) કરી અટકાયત

Chaitar Vasava: આમ આદમી પાર્ટીના ફાયર બ્રાન્ડ નેતા અને ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava) સામે થોડા દિવસ પહેલા પોલીસ અરજદાર બની FIR નોંધી હતી.જેમા બે વિવિધ ઘટના બની હતી. એક ઘટના અંકલેશ્વર જિલ્લામાં આવેલ ડીટોક્ષ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં 3 ડિસેમ્બરના રોજ બ્લાસ્ટ થયો હતો. જેમા ત્રણ લોકોના મોત પણ થયા હતા.ઘટના સ્થળ પર વસાવા મૃતકને મળવા ગયા હતા.તે ઘટના પર પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.વી. શિયાળીયા પોતે અરજદાર બનીને FIR કરી હતી. જ્યારે બીજી ઘટના ૩ ડિસેમ્બર મંગળવારના રોજ રાજપારડી બિરસા મુંડા ચોકથી ઝઘડીયા સુધીની પદયાત્રા યોજી હતી. ત્યારે રાજપારડીના પોલીસ ઇન્સ્પેક્ટર સુખમ ગોહિલ દ્વારા પોતે અરજદાર બનીને 13 લોકો પર ગુનો દાખલ કર્યો હતો. આ વિવિધ ઘટના પર આજે સવારે ચૈતર વસાવ (Chaitar Vasava) ની પોલીસે અટકાયત કરી હતી.

અવાજ દબાવવા ભાજપના ઇશારે પોલીસ અરજદાર બની 2 FIR કરે છે

 

ધારાસભ્ય ચૈતર વસાવા રાજપારડી અંકલેશ્વર પોલીસ સ્ટેશને હાજર થવા જઈ રહ્યા હતા. આ દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava) ની પોલીસે નવાગામ(દેડી) કરી અટકાયત છે. અગાઉ રાજપારડી અને અંકલેશ્વર પોલીસ મથકે થયેલ FIRને લઇ ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava) હાજર થવા જઈ રહ્યા હતા અને ત્યારે પોલીસ દ્વારા ચૈતર વસાવાને રસ્તામાં અટકાવવામાં આવ્યા હતા. આ દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava) એ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, અમારો અવાજ દબાવવા અને અમને માથાભારે સાબિત કરવા ભાજપના નેતાઓના ઇશારે પોલીસ અધિકારીઓએ જાતે અરજદાર બની 2 FIR કરી છે. બ્લાસ્ટમાં મૃત્યુ પામેલ વ્યકિતના પરિવારોને વળતર અપાવ્યું શું એ ગુનો કર્યો છે ? અમે કોઈ ગુનો નથી કર્યો એટલે અમે પોલીસ સ્ટેશન હાજર થવા જઈએ છીએ.

મારા ઘરે રાત્રે થી પોલીસ મુકીને ભય નો માહોલ ઊભો કરવામાં આવે છે

 

વસાવા (Chaitar Vasava) એ વધુમાં કહ્યું કે મારા ઘરે રાત્રેથી પોલીસ મુકીને ભયનો માહોલ ઊભો કરવામાં આવ્યો છે. પોલીસ કાયદો વ્યવસ્થા જાળવવાને બદલે એજન્ટ બનીને કામ કરી રહી છે.ભાજપ પૈસા, પાવર, પોલીસ, ED, સીબીઆઈ અને વહીવટી તંત્રનો ઉપયોગ કરીને રાજ ચલાવી રહી છે.ભ્રષ્ટાચાર, મોંઘવારી, રોજગારી પીવાનું અને સિંચાઈનું પાણી જેવા મુદ્દાઓ બાજુમાં રહી ગયા છે. પોલીસ વિભાગનો દુરુપયોગ કરીને જે રાજ થઈ રહ્યું છે તેના પરથી સ્પષ્ટ કહી શકીએ કે સંવિધાન અને લોકશાહી ખતરામાં છે. હવે લોકોએ જ લોકશાહી બચાવવા માટે ઘરથી નીકળીને બહાર આવવું પડશે ત્યારે જ આ સરકારને ભાન આવશે અને આ દેશ પર સાચા લોકોનું રાજ આવશે.

Scroll to Top