મોતનો સ્ટેન્ટ મુકનાર ડૉકરટ સામે માનવવધનો ગુનો નોંધાયો, કઈ કઈ FRI નોંધાઈ

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ વિવાદના ઘેરામાં આવી છે. ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીથી મોત થયા હતા. હોસ્પિટલ દ્વારા કડીના બોરીસણા ગામે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પ યોજ્યા બાદ લોકોને સારવાર માટે ખ્યાતિ હોસ્પિટલમાં લવાયા હતા. તેમજ જાણ કર્યા વિના 19 લોકોની એન્જીયોગ્રાફી કરી દીધીલ હતા. સ્ટેન્ટ મૂક્યા બાદ 2 દર્દીના મોત પણ થયા હતા.

 

કઈ કઈ FRI નોંધાઈ

આ હોસ્પિટલ સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાય છે. બી એન એસ ફેક્ટની સેક્શન 105, 110, 336 (2), 336 (3), 340 (1), 340 (2), 318, 61 કલમ હેઠળ એફઆઈઆર(FRI) નોંધાઈ હતી.

PMJAY યોજનાનો દુરુપયોગ કર્યો

હોસ્પિટલના ત્રણ ડૉકરટ સામે પણ ફરીયાદ નોંધાય હતી. જેમા ડો. પ્રશાંત વજીરાણી, ડો. કાર્તિક પટેલ, સંજય પટોડીયા, રાજશ્રી કોઠારી અને ચિરાગ રાજપુત વિરુદ્ધ ગુનો નોંધાયો છે. ફરિયાદ અનુસાર આરોપીઓએ PMJAY યોજનાનો પોતાના આર્થિક ફાયદા માટે દુરુપયોગ કર્યો હતો. સ્ટેન્ડ મૂકવાની જરૂર ન હોવા છતાં દર્દીઓના ઓપરેશન કર્યા હતા. સરકાર પાસેથી મોટો આર્થિક લાભ મેળવવા કરાયેલા ઓપરેશનથી બે દર્દીના મોત થયા હતા. સરકાર તરફથી સોલા સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન અને ઇન્ચાર્જ CDMO ડૉ. પ્રકાશ મહેતા ફરિયાદી બન્યા છે. જે બાદ વસ્ત્રાપુર પોલીસે આરોપી તબીબો અને હોસ્પિટલ સંચાલકોની ધરપકડ કરવા પ્રક્રિયા હાથ ધરી છે.

આ લોકો સામે ફરીયાદ નોંધાય

1 ડોક્ટર પ્રસાદ વજીરાણી
2 કાર્તિક પટેલ
3 સંજય પટોડીયા
4 રાજશ્રી કોઠારી સામે

આ ચાર સામે પોલીસ ફરીયાદ દાખલ કરવામાં આવી છે. આ બધાએ ભેગા મળી સરકારની વિવિધ યોજનાના પૈસા લેવા ખોટા ઓપરેશન કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ ઉપરાંત કડી પોલીસ મથકમાં બે અલગ અલગ પોલીસ ફરીયાદ નોંધાઈ છે. આ ફરિયાદમાં અનેક ખુલાસા કરવામાં આવ્યા છે.

Scroll to Top