Khyati Hospital: ખ્યાતિ હોસ્પીટલના કારનામાં બાદ આરોગ્યમંત્રીએ બોલાવી હાઈલેવલ બેઠક, મેડિકલ માફિયામાં ફફડાટ

ખ્યાતિ હોસ્પીટલ હત્યા કાંડ બાદ રાજ્ય સરકાર ( State Government) એક્શનમાં આવી છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ (Rishikesh Patel) ની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ગઈ કાલે (11-12-24)એ સાંજે PMJAYમાં યોજનાની સમીક્ષા બેઠક કરવામાં આવી હતી. આ બેઠકમાં આરોગ્ય વિભાગ અગ્ર સચિવ ધનંજય ત્રિવેદી. કમિશ્નર હર્ષદ પટેલ, નેશનલ હેલ્થ મિશનનાં મેનેજીંગ ડાયરેકટર રેમ્યા મોહન સહિત રાજ્યની વિવિધ સરકારી તેમજ ખાનગી હોસ્પિટલના હાજર રહ્યા હતા.

PMJAY યોજનામાં નવી SOP બનશે

આ બેઠકમાં ઋષિકેશ પટેલે (Rishikesh Patel) કહ્યું કે પૈસાની લાલચમાં દર્દીઓ સાથે ગેરરીતિ આચરતા લોકો માટે નવી ઓસઓપી બનાવવામાં આવશે. આ SOP પ્રમાણે આ યોજના હેઠળ મળતી સારવારને વધુ સરળ, સુગમ્ય અને સમગ્ર વ્યવસ્થાને યોગ્ય કરવા માટે હાથ ધરવામાં આવશે. PMJAY યોજના અંતર્ગત એમ્પેન્લ્ડ હોસ્પિટલ્સ માટે કાર્ડિયોલોજી, ઓન્કોલોજી અને નિઓનેટલ સારવારની પ્રોસીઝર માટે રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા નવી SOP બનાવામાં મીડિંગ યોજાઈ હતી.

નિષ્ણાત તબીબોના સૂચન લેવામાં આવશે

આ બેઠકમાં આરોગ્ય વિભાગે તાજેતરમાં જાહેર કરવામાં આવેલ કાર્ડિયોલોજી અને કાર્ડિયોવાસ્ક્યુલર સર્જરી માટેની નવીન માર્ગદર્શિકા (SOP) ની પણ દ્વિપક્ષીય વિગતવાર સમીક્ષા કરાઈ હતી. સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાંથી હાજર નિષ્ણાંત કાર્ડિયોલોજીસ્ટે પોતાના મત અને પ્રતિભાવ રજૂ કર્યો હતો. આ ઉપરાંત ઓન્કોલોજી એટલે કે કેન્સરની વિવિધ પ્રોસિઝર અને નિયોનેટલ કેર એટલે કે બાળકોની લગતી સરાવાર માટેની પણ નવીન માર્ગદર્શિકા બનાવવામાં આવી છે. જ્યારે નિષ્ણાત તબીબોના સૂચન પણ લેવામાં આવ્યા હતા.

 

 

Scroll to Top