PM Modi: અચાનક ગુજરાત પ્રવાસે! નવાજૂનીના એંધાણ

PM Modi

ગુજરાત ફરી એકવાર PM Modi ના આગમન માટે તૈયાર થઈ રહ્યું છે. આવનારા 20 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી મોદી ભાવનગરના મહેમાન બનશે. તેઓ શહેરના જવાહર મેદાન ખાતે વિશાળ જાહેરસભાને સંબોધન કરશે. આ એક મહિનામાં પ્રધાનમંત્રીનો ગુજરાતનો આ બીજો પ્રવાસ ગણાશે. માત્ર 17 દિવસ પહેલાં જ તેઓ ગુજરાત આવ્યા હતા, જ્યાં વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત, લોકાર્પણ તથા રોડ શો યોજાયો હતો.

આ પણ વાંચો – Pratap Dudhat: ન્યૂઝ રૂમ સાથે ખાસ વાતચીત

આ વખતે પણ પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં વિકાસના અનેક પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ થશે. ખાસ કરીને રોડ અને રસ્તા સહિતના જાહેર ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કાર્યોને ઝડપથી પૂર્ણ કરવા માટે તંત્ર પુરજોશમાં લાગ્યું છે. પ્રવાસને સફળ બનાવવા માટે 27 વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે. આયોજન અંગે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં ધારાસભ્ય જિતુભાઇ વાઘાણી, મેયર ભરત બારડ અને જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભાવનગરમાં PM Modi ની આવનારી જાહેરસભાને લઈ ભાજપના સ્થાનિક કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Scroll to Top