PM Modi Road Show: દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી Operation Sindoor પ્રથમ વખત આજે ગુજરાત પધાર્યા છે. આજે સવારે તેમનો વડોદરામાં રોડ શો યોજાયો હતો. ત્યાર બાદ બપોરે 2 વાગ્યે ભુજમાં અને સાંજે 6.30 વાગ્યે અમદાવાદમાં ભવ્ય રોડ શો યોજાશે. PM Modi ના રોડ શોને લઈને તૈયારીઓનો ધમધમાટ ચોતરફ જોવા મળી રહ્યો છે. ત્યારે એવું કહેવાય છે કે અમદાવાદમાં PM Modi Road Show માં 50 હજાર લોકો હાજર રહે તેવી શક્યતા છે. ત્યારે સોશિયલ મીડિયા પર Pradipsinh Jadeja એ એક પોસ્ટ શેર કર્યું, જે દર્શાવે છે કે ધારાસભ્ય તથા પૂર્વ મંત્રીઓને ટાર્ગેટ આપવામાં આવ્યું છે. એવું અમે નથી કહેતા આ પોસ્ટ દર્શાવે ઘણું બધું કહી જાય છે. જેમાં તેમણે Pradipsinh Jadeja લખ્યું છે કે,
#OperationSindoor ની ભવ્ય સફળતા બાદ ગુજરાતના પનોતા પુત્ર દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી કર્ણાવતી મહાનગરમાં પધારી રહ્યાં છે. ત્યારે તેમના રોડ-શોમાં ધારાસભ્ય માન. શ્રી બાબુસિંહ જાદવના નેતૃત્વ હેઠળ વટવા વિધાનસભામાંથી વોર્ડ સહ નીચે પ્રમાણે નગરજનો જોડાશે.
વટવા વિધાનસભાના ધારાસભ્ય Babusinh Jadav અને પૂર્વ ગૃહ મંત્રી પ્રદિપસિંહે જે પોસ્ટ કરી છે એમાં 98 બસમાં લોકોને લાવી રહ્યા છે. જેમાં વટવા વોર્ડથી 30 બસ અને 1680 લોકો આવવાના છે. વસ્ત્રાલ વોર્ડમાંથી પણ 30 બસમાં 1680 લોકો આવશે. રામોલ અને હાથીજણ વોર્ડમાંથી પણ 30 બસોમાં 1680 લોકો અને વટવા ગ્રામ્ય મંડળમાંથી 8 બસોમાં 448 લોકો આવવાના છે. જેમાં કુલ બસનો આંકડો 98 છે અને 5488 લોકો ખાલી વટવા વિધાનસભાથી આવવાના છે. તો એક અંદાજો આપ એ પણ લગાવી શકો કે અમદાવાદની 16 વિધાનસભામાંથી કેટલા લોકો આવશે? અને હવે આ બસનો ખર્ચ કોણ ભોગવવાનું છે પ્રદીપસિંહ કે અમદાવાદ મનપા!
આ પણ વાંચો – MS Dhoni Retirement: છેલ્લી મેચ બાદ ધોનીએ શું કહ્યું?
આ પણ વાંચો – Gopal Italia: ખમ્મા દિકરિયું-ખમ્મા માવડિયું, દીકરી વ્હાલનો દરિયો