PM મોદીનું મોરેશિયસમાં ઉષ્માભર્યું સ્વાગત,જાણો શું કહ્યું

PM Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોરેશિયસ પહોંચી ગયા છે. મોરેશિયસમાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદીની આ મુલાકાતનો હેતુ ભારત અને મોરેશિયસ વચ્ચેની દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાનો અને હિંદ મહાસાગરમાં ભારતની હાજરીને વધુ અસરકારક બનાવવાનો છે. પ્રધાનમંત્રી મોદી મોરેશિયસની બે દિવસની મુલાકાત પહેલા પીએમ મોદીએ કહ્યું હતું કે, તેમની મૂલાકાત બંને દેશો વચ્ચેની મિત્રતાના પાયાને વધુ મજબૂત બનાવશે. મોરેશિયસના વડાપ્રધાન નવીનચંદ્ર રામગુલામે પીએમ મોદીને તેમના દેશની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું.

બંને દેશો વચ્ચે સંબંધ વચ્ચે મુજબૂત થશે

આ દેશને મિની ઈન્ડિયા પણ કહેવામાં આવે છે. તેના પાછળનું કારણ એ છેકે તેની સંસ્કૃતિ,પરંપરા અને વસ્તીનો મોટો ભાગ ભારતીય મૂળનો છે. ભારત મોરેશિયસનો સૌથી મોટો વેપાર અને વિકાસ ભાગીદાર છે. પીએમ મોદીની આ મુલાકાત દરમિયાન ઘણા મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર થવાની સંભાવના રહેલી છે. પીએમની મૂલાકાત દરમિયાન અનેક પ્રકારની નવી ડિલ થવાની સંભાવના રહેલી છે. સંરક્ષણ ક્ષેત્રે પણ મોટી ડિલ થવાની સંભાવના રહેલી છે.

સંરક્ષણ ક્ષેત્રે પણ મોટી ડિલ થવાની સંભાવના

ભારત અને મોરેશિયસના સૌથી મોટા વેપાર ભાગાદારોમાંનો એક છે. 2023-24 માટે સિંગાપોર પછી મોરેશિયસ ભારતમાં સીધા વિદેશ રોકાણનો બીજો સૌથી મોટો સ્ત્રોત હતો. 2015 પછી વડાપ્રધાન મોદીની મોદીની મોરેશિયસની આ પહેલા મુલાકત છે. વડાપ્રધાન મોદીની વર્તમામ મુલાકાત વિવિધ ક્ષેત્રોમાં સહયોગને વધુ મજબૂત બનાવવાની અપેક્ષા છે. આ મુલાકાત દરમિયાન ભારત અને મોરેશિયસ વચ્ચેના વેપારને વધુ મજબૂત બનાવવા માટે ઘણા નવા પ્રોજેકટ્સ શરૂ થઈ શકે છે. ભારત મોરેશિયસમાં માળખાગત સુવિધા અને ટેકનોલોજી અને આરોગ્ય સેવાઓમાં રોકાણ કરી રહ્યા છે.

 

 

 

 

 

 

Scroll to Top