Tahawwur Rana | પીએમ મોદીની રડારમાં હતો તહવ્વુર રાણા, 2011નો ઇન્ટરવ્યૂ અને ટ્વીટ થઇ વાઈરલ

pm modi post and interview regarding tahawwur rana in 2011 getting viral

Tahawwur Rana: 26/11 મુંબઈ આતંકી હુમલાના આરોપી તહવ્વુર રાણાને ગુરુવારે અમેરિકાથી ભારત લાવવામાં આવ્યો છે. એરપોર્ટથી સીધો તેને પટિયાલા કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટે તેને 18 દિવસની એનઆઈએની કસ્ટડીમાં મોકલી દીધો છે. દરમિયાન વડાપ્રધાન મોદીનું એક જૂનું ટ્વીટ અને ઇન્ટરવ્યૂ વાઈરલ થઈ રહ્યું છે.

2021ની ટ્વીટ વાઇરલ થઇ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2011 માં ટ્વિટર પર તહવ્વુર રાણાને લઈને એક પોસ્ટ કરી હતી. તે સમયે અમેરિકાએ રાણાને મુંબઈ હુમલામાં સામેલ હોવાના આરોપમાંથી મુક્ત કરી દીધો હતો પરંતુ હુમલામાં એક આતંકવાદી સમૂહને સમર્થન આપવા બદલ દોષિત ઠેરવ્યો હતો. તે સમયે પીએમ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા અને તેમણે આ ઘટના પર સવાલ ઉઠાવ્યા હતા.

કયા પુરાવા ના આધારે નિર્દોષ જાહેર કર્યો
પીએમ મોદીએ તત્કાલિન યુપીએ સરકારની વિદેશ નીતિ પર સવાલ કરતાં ટ્વીટ કરીને જણાવ્યું હતું કે મુંબઈ હુમલામાં તહવ્વુર રાણાને નિર્દોષ જાહેર કરવો એ ભારતની સંપ્રભુતાનું અપમાન છે અને આ વિદેશ નીતિના એક મોટી નિષ્ફળતા છે. કયા પુરાવાના આધારે મુંબઈ હુમલાના દોષિતોને નિર્દોષ જાહેર કર્યા ? મુંબઈ આતંકી ઘટનાના પીડિતોને ન્યાયની જરુર છે. શું 9/11 હુમલાના દોષિતોનો કેસ હિન્દુસ્તાનની કોર્ટમાં ચાલી શકે છે ? શું અમેરિકા આ માટે ભારતને મંજૂરી આપશે ?

જૂનો ઇન્ટરવ્યૂ પણ વાયરલ થયો
દરમિયાન સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં તે તહવ્વુર રાણાને નિર્દોષ છોડવા મામલે નિવેદન આપી રહ્યાં છે. તેમજ તત્કાલિન યુપીએ સરકારની નિષ્ફળતા પર સવાલ કરી રહ્યાં છે.


WhatsApp Channel


You Can also Follow us on Social Media

Youtube  | Facebook | Instagram | X (Twitter) | WhatsApp

 

 

Scroll to Top