PM Modi: સાસણમાં PM મોદીએ એશિયાઈ સિંહનું કર્યા દર્શન,જાણો શું કહ્યું…..

PM Modi: વર્લ્ડ વાઇલ્ડલાઇફ ડે નિમિતે નરેન્દ્ર મોદીએ જૂનાગઢમાં ગીર અભયારણ્યમાં જંગલ સફારી કરી હતી. જેમાં એશિયાઈ સિંહોને નિહાળ્યા હતા. સોમનાથથી પાછા ફર્યા બાદ મોદીએ સાસણમાં આવેલા ફોરેસ્ટ ગેસ્ટ હાઉસ સિંહ સદનમાં રાત્રી આરામ કર્યો હતો. જ્યારે તેમણે રવિવારે સોમનાથ મંદિરમાં ભગવાન શિવની આરાધના કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi) સાથે વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

NBWL સાથે બેઠક કરશે

પ્રધાનમંત્રી મોદી (PM Modi) એ સાસણ ગીરમાં રાષ્ટ્રીય વન્યજીવન બોર્ડની સાતમી બેઠકની અધ્યક્ષતા પણ કરશે. આ NBWL માં 47 સભ્યો છે. જેમાં આર્મી ચીફ,વિવિધ રાજ્યોના સભ્યો તથા ક્ષેત્રમાં કામ કરતી NGO ના પ્રતિનિધિઓ, મુખ્ય વન્યજીવન વોર્ડન અને વિવિધ રાજ્યોના સચિવોનો સમાવેશ થાય છે.બેઠક પછી મોદી (PM Modi) સાસણમાં કેટલીક મહિલા વન કર્મચારીઓ સાથે પણ વાતચીત કરશે.

શું છે પ્રોજેક્ટ લાયન

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) એ 15 ઓગસ્ટ, 2020ના રોજ સ્વાતંત્ર્ય દિનના અવસર પર પ્રોજેક્ટ લાયનની જાહેરાત કરી હતી. નવી દિલ્હી ખાતે લાલ કિલ્લા પરથી આપેલા સંબોધનમાં વડાપ્રધાનશ્રીએ એશિયાઈ સિંહોના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે સરકારની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, પ્રોજેક્ટ લાયન એ સમુદાયની ભાગીદારી, ટેક્નોલોજી પર ભાર, વન્યજીવ આરોગ્ય સંભાળ, યોગ્ય નિવાસસ્થાન વ્યવસ્થાપન અને માનવ-સિંહ સંઘર્ષને ઘટાડવાના પગલાંઓ દ્વારા સંચાલિત છે.ગુજરાત એશિયાઇ સિંહોના સંરક્ષણ સંબંધિત પગલાંઓને આગળ વધારી રહ્યું છે. ગુજરાતના વન્યજીવ સંરક્ષણ અને ટકાઉ વિકાસ માટેના લાંબાગાળાના વિઝન સાથે સુસંગત હોય.

 

 

Scroll to Top