PM મોદીએ 5 દિવસમાં 3 દેશોની મુલાકાત, 31 મીટિંગમાં ભાગ લીધો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા પાંચ દિવસથી વિદેશ પ્રવાસે હતા. આ સમયગાળા દરમિયાન તેમણે ત્રણ મોટા દેશોનો પ્રવાસ કર્યો અને કુલ 31 દ્વિપક્ષીય બેઠકોમાં હાજરી આપી અને વૈશ્વિક નેતાઓ સાથે અનૌપચારિક વાટાઘાટોમાં ભાગ લીધો હતો. PM મોદીએ નાઈજીરિયામાં એક દ્વિપક્ષીય બેઠક કરી. જ્યારે બ્રાઝિલમાં G20 સમિટ દરમિયાન 10 દ્વિપક્ષીય બેઠકો યોજી હતી. આ પછી ગયાનાની મુલાકાત દરમિયાન તેમણે 9 દ્વિપક્ષીય બેઠકો કરી હતી. PM મોદીએ નાઈજીરિયાના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. બ્રાઝિલમાં પીએમ મોદીએ બ્રાઝિલ, ઈન્ડોનેશિયા, પોર્ટુગલ, ઈટાલી, નોર્વે, ફ્રાન્સ, યુકે, ચિલી, આર્જેન્ટિના અને ઓસ્ટ્રેલિયાના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરી હતી.

5 નેતાઓ સાથે પીએમ મોદીની પ્રથમ મુલાકાત

બ્રાઝિલમાં 10 દ્વિપક્ષીય બેઠકોમાંથી 5 નેતાઓ સાથે પીએમ મોદીની આ પ્રથમ મુલાકાત હતી. ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો, લુઈસ મોન્ટેનેગ્રો, પોર્ટુગલના વડા પ્રધાન, કીર સ્ટારમર યુકેના વડા પ્રધાન,ચિલીના રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરિક અને આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જેવિયર મિલી સાથે મોદી પ્રથમ વખત બેઠક કરી હતી.

1 મીટિંગમાં ભાગ લીધો

બ્રાઝિલમાં વડાપ્રધાન મોદીએ સિંગાપોર, દક્ષિણ કોરિયા, ઇજિપ્ત, યુએસ અને સ્પેનના નેતાઓ અને ઉર્સુલા વોન ડેર લેયેન, યુરોપિયન યુનિયન અને એન્ટોનિયો ગુટેરેસ, સંયુક્ત રાષ્ટ્ર જેવા વિવિધ આંતરરાષ્ટ્રીય સંગઠનોના વડાઓ અને અધિકારીઓ સાથે અનૌપચારિક મંત્રણાઓ અને બેઠકો કરી હતી. પીએમ મોદીએ ગયાનામાં ગુયાના, ડોમિનિકા, બહામાસ, ત્રિનિદાદ અને ટોબેગો, સુરીનામ, બાર્બાડોસ, એન્ટિગુઆ અને બાર્બુડા, ગ્રેનાડા અને સેન્ટ લુસિયાના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો યોજી હતી.

Scroll to Top