પ્રધાનમંત્રી મોદીનું સ્પેશિયલ વિમાનમાં ખામી સર્જાય હતી. ઝારખંડના દેવઘર એરપોર્ટ પર લેંન્ડિગ કરાયું હતું. પ્રધાનમંત્રીનું વિમાન ઉભું રહેવાથી એર ટ્રાફિક પ્રભાવિત થયો હતો. નરેન્દ્ર મોદી જમુઈના ચકાઈ ખાતે સભા કરી પરત ફરી રહ્યા હતા ત્યારે સમગ્ર ઘટના બની હતી. આ સમયે વિમાનમાંવ ટેકનિકલ ખામી સર્જાતા વિમાન ઉડાન ભરી શક્યું નહીં. તેથી અનેક સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.
એરફોર્સનું વિમાન મોકલવામાં આવ્યું
પ્રધાનમંત્રીના વિમાનમાં ટેક્નિકલ ખામી આવતા સિનિયર પાયલટ મોદીને મળતા વડાપ્રધાન કાર્યાલય પણ એક્શનમાં આવી ગયું હતું. દિલ્હીથી તાત્કાલીક એરફોર્સનું વિમાન મોકલવામાં આવ્યું હતું. દેવઘરમાં વિમાનની ટેકનિકલ ખામીને દૂર કરવા અનુભવિ ટીમ કામે લાગી ગઈ છે. ગોડ્ડાના મહાગામામાં ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર પણ એક કલાક માટે રોકી દેવામાં આવ્યું હતું. એર ટ્રાફિક બ્લોકને કારણે તેમનું હેલિકોપ્ટર બપોરે 2.50 વાગ્યે ટેકઓફ કરી શક્યું હતું. આ સિવાય ઝારખંડના દુમકામાં મુખ્યમંત્રી હેમંત સોરેનની સાથે જતું હેલિકોપ્ટર પણ લાંબા સમય સુધી ફસાયેલું રહેવું પડ્યું હતું. આ તમામ ઘટનાઓ પાછળ માત્ર એક જ કારણ હતું કે, વડાપ્રધાનનું વિમાન દેવઘર એરપોર્ટ પર પાર્ક કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનનું વિમાન હજુ પણ દેવઘર એરપોર્ટ પર છે અને ટેક્નિકલ ખામીને કારણે ટેકઓફ થયું નથી.
બે સભાને સંબોધિત કરવા ઝારખંડ પહોંચ્યા હતા
મીડિયા રીપોર્ટ અનુસાર પ્રધાનમંત્રીનું પ્લેનમાં જે ટેક્નિકલ પ્રોબ્લમ આવ્યો હતો તેને દૂર કરવા માટે ટીમ કામ કરી રહી છે. આ વિમાન દેવઘર એરપોર્ટ પર રાખવામાં આવ્યું છે. નરેન્દ્ર મોદી 15 નવેમ્બર 2024ના રોજ બે સભાને સંબોધિત કરવા ઝારખંડ પહોંચ્યા હતા. ઝારખંડમાં, આદિવાસી સમુદાયના આદરણીય બિરસા મુંડાની જન્મજયંતિને આદિવાસી ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પીએમ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને સભાને સંબોધિત કરી હતી.