Plane Crash – 12 જૂને અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશની ઘટનાને વર્ષો સુધી કોઈ ભુલી શકશે નહિ, આ દુર્ઘટનામાં અંદાજે 300 કરતા વધુ લોકોએ જીવ ગુમાવ્યો. આ ઘટના ઘટી ત્યારથી કેન્દ્ર અને રાજ્યના અનેક વિભાગો ખડેપગે ત્યાં છે. ફાયર વિભાગ, પોલીસ વિભાગ અને હોસ્પિટલના કર્મચારીઓ છેલ્લા 2 દિવસથી ખડેપગે છે. ત્યારે મૃત્તકના પરિજનને સાંત્વના આપવા ગયેલા મંત્રીના બફાટ કારણે વિવાદનો મધપૂડો છેડાય ગયો છે. મંત્રી ભીખુસિંહ પરમારે તાજેતરમાં મોડાસામાં ખાનજી પાર્ક ખાતે મૃતક નુસરતજહાંના પરિજનોને રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર સાંત્વના પાઠવવા માટે મળ્યાં હતા. આ સમયે તેમણે આપેલા નિવેદનના કારણે વિવાદ સર્જાયો છે.
તેઓએ મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું હતું કે, તેમના કાર્યકર્તાની ટીમ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને તેમણે પ્રશંસનિય માનવતાનું કામ કર્યું છે અને 200 મૃતદેહને બહાર કાઢ્યાં હતા. અમદાવાદ પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા મૃતકના પરિવારને સાંત્વના પાઠવા ગયેલા મંત્રી ભીખુસિંહ પરમારે આવુ નિવેદન જશ લેવા અને ક્રેડિટ લેવા માટે આપ્યું હોવાની ચર્ચા જાગી છે.
મહત્વનું છે કે, અત્યારે પણ સિવિલ હોસ્પિટલનો સ્ટાફ પાર્થિવ દેહ પરિવારને સોંપવા તથા પોલીસ વિભાગ દ્વારા એસકોર્ટ દ્વારા વતન સુધી પહોંચાડવા કામગીરી પર લાગેલા છે. મહત્વનું છે કે, ફાયર વિભાગ દ્વારા આજે પણ એક મૃતદેહ બહાર નીકાળવાની અને કાટમાળ ખસેડવાની કામ જરૂર છે. ત્યારે રાજ્યકક્ષાના આ મંત્રીના નિવેદનથી અનેક પ્રશ્નો ઊભા થાય છે.
આ નાનકડી દુર્ઘટના ન હતી, પરંતુ મોટી હોનારત હતી. આ દુર્ઘટનામાં કામગીરી કેવી રીતે કરવી અને કેવી રીતે કરાવવી તેની પણ એક ટ્રેનિંગ હોય છે. ટ્રેનિંગ લીધેલા લોકો જ યોગ્ય કામગીરી કરી શકતા હોય છે. આ સિવાય આ દુર્ઘટનાના સમયે અનેક અમદાવાદના સ્થાનિકોએ માનવતાની મહેક મહેકાવી હતી. અનેક લોકોએ મૃત્યુ પામેલા લોકોના સ્વજનો માટે નાસ્તા-પાણી સહિત અનેક વ્યવસ્થા ઊભી કરી હતી ત્યારે આવા અનેક લોકો કોઈ પણ પ્રકારની ક્રેડિટ વગર અપેક્ષા વગર કામગીરી કરી રહ્યા છીએ ત્યારે રાજ્યકક્ષાના મંત્રી આવી દુઃખની ઘટનામાં પણ ક્રેડિટ લેવાનું છોડતા નથી.