બળતામાં ઘી રેડાયું! સરદારધામના ઉપપ્રમુખ પર PIએ કર્યો જીવલેણ હુમલો

સરદારધામના ઉપપ્રમુખ જયંતી સરધારા પર PI પાદરીયા હુમલો કરતા સનસની મચી ગઈ છે. PI પાદરીયાએ આક્ષેપ કર્યા હતા કે ઉપપ્રમુખ સમાજનો ગદ્દાર છે. આવું કહી પિસ્તોલના કુંદા મારી હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ PI સામે હત્યાના પ્રયાસ અંગે ગુનો નોંધાયો છે. મવડી કણકોટ રોડ ઉપર એક લગ્ન પ્રસંગમાં સરદારધામના ઉપપ્રમુખ જયંતીભાઈ સરધારા ગયા હતા. PI વડે હુમલો થતા ઈજાગ્રસ્ત જયંતીભાઈ સરધારાને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. હોસ્પિટલની બહાર મોટી સંખ્યામાં પાટીદાર આગેવાનો આવી પહોંચ્યા હતા.

સરદારધામ સૌરાષ્ટ્રના ઉપપ્રમુખ પર જીવલેણ હુમલો

રાજકોટના પૂર્વ કોર્પોરેટર અને સરદારધામ સૌરાષ્ટ્રના ઉપપ્રમુખ કોઠારીયા રોડ ઉપર નવનીત હોલ સામે સાવ નામના મકાન શ્રીરામ પાર્ક 1માં રહેતા જયંતીભાઈ કરસનભાઈ સરધારાએ રાજકોટ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ખોડલધામના સમર્થક જુનાગઢ ચૌકી સોરઠ ટ્રેનીંગ સેન્ટરના પીઆઈ સંજય પાદરીયાનું નામ આપ્યું છે. જયંતીભાઈએ ફરિયાદમાં જણાવ્યા મુજબ પોતે સરદારધામ સૌરાષ્ટ્ર ઝોન ટ્રસ્ટના ઉપપ્રમુખ તરીકે સમાજના અગ્રણી છે.

ખોડલધામ વચ્ચે ચાલતા વિવાદમાં બળતામાં ઘી રેડાયું

એફઆઈઆર મુજબ સરદારધામ સૌરાષ્ટ્રના ઉપપ્રમુખ તેમના મિત્રના પુત્રના લગ્નમાં આવ્યા હતા. થોડીવારમાં પીઆઈ આવ્યા નામ પુછ્યુ અને ઉપપ્રમખને કહ્યું હું જુનાગઢ એસઆરપી રિજીયન માં છું અને તું સમાજનો ગદ્દાર છે. તેને વધુમાં કહ્યું કે હું નરેશભાઈ પટેલની સક્રિય ટીમમાં છું અને તું સરદાર ધામમાં ઉપપ્રમુખ બનીને ગદ્દારી કરે છે જેથી હવે તને અહીંથી જીવતો જવા દેવો નથી. એવી ધમકી પણ આપી હતી. ત્યારબાદ સમાજના અગ્રણીઓ વચ્ચે પડતા સમગ્ર મામલાને થાળે પાડ્યો હતો.

વર્દીનો દુરુપયોગ કર્યો – સમાજ આગેવાન

જયંતીભાઈ સરધારા અને પી.આઈ સંજય પાદરીયા વચ્ચેની લડાઈના કારણે ખોડલધામ વચ્ચે ચાલતા વિવાદમાં બળતામાં ઘી રેડાયું છે. આ અંગે ઘવાયેલા જયંતીભાઈએ વિડીયોમાં ચોકાવનારા આક્ષેપ કર્યા હતા. ઘટનાને પગલે હોસ્પીટલે એકઠા થયેલા સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે વર્દીનો દુરુપયોગ કરે છે.

Scroll to Top