Business News | મોંઘવારી ના સમયમાં કોઇ પણ મોટી વસ્તું જેવી ઘર કે કાર ખરીદવા માટે લોનનો સહારો લેવો પડી શકે છે. સામાન્ય રીતે લોકો પોતાની અર્થિક જરૂરિયાતો પૂરી કરવા માટે પર્સનલ લોન (Personal Loan) લેતા હોય છે. લોકો માટે તેમની કટોકટીની નાણાકીય જરૂરિયાતોને પહોંચી વળવા માટે વ્યક્તિગત લોન શ્રેષ્ઠ વિકલ્પ છે. ઉપરાંત આ પ્રકારની લોનમાં વધુ કાગળ ભરવા કે પુરાવા આપવાની જરૂર હોતી નથી.
જો કે, પર્સનલ લોન લેતા પહેલા તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, કારણ કે પર્સનલ લોનના જેટલા ફાયદા છે તેટલા જ ગેરફાયદા પણ છે. પરંતુ કેટલીકવાર એવી સ્થિતિ પણ ઊભી થતી હોય છે કે પર્સલન લોન પર મળેલા પૈસા પણ ઓછા પડે છે. આ સ્થિતમાં લોનધારક ટૉપ-અપ લેવાનું વિચારે છે. પરંતુ હવે સવાલ એ છે કે ટૉપ-અપ લેવું કેટલું યોગ્ય છે?
ટૉપ-અપના ફાયદા
ટૉપ-અપમાં લોનધારકોને લોનની રકમ પેલાથી વધારે કરી શકે છે. સામન્ય રીતે આ સુવિધા ત્યારે લેવામાં આવે છે, જ્યારે લોનધારકને વધારે રકમની જરૂર હોય. પર્સનલ લોન પર ટૉપ અપ લેવાથી કોઇ એક્સ્ટ્રા ડૉક્યુમેન્ટ આપવાની જરૂર રહેતી નથી. કારણકે બેંકની પાસે પહેલાથી જ લોનધારકોની વિગત હોય છે. આ સાથે જ ટૉપ-અપ એમાઉન્ટ સમાન વ્યાજ દર પર લોન મળી શકે છે.
ટૉપ-અપના નુકસાન
જોકે, ટૉપ-અપથી ફાયદાની સાથે કેટલાક નુકાસન પણ છે. તમારી પ્રિન્સિપલ અમાઉન્ટ (મુદ્દલ) વધી જાય છે. જેના કારણે ઇએમઆઇની રકમ પણ વધી જાય છે. સાથે જે ઈએમઆઇ ચુકવવાનો સમયગાળો (ટેન્યોર પિરિયડ) પણ વધી જાય છે.
ટૉપ-અપ લેવી કેટલી યોગ્ય?
ટૉપ-અપ લેવી યોગ્ય છે કે નહી આ તે વાત પર નિર્ભર છે પરંતુ વર્તમાન સમયમાં કેટલા ટકાએ મળી રહી છે. જો પહેલા લીધેલી લોનની ટકાવારી વધુ છે તો ટૉપ-અપ લેવાનો નિર્ણય યોગ્ય નથી. સાથે જ એ જોવું પણ મહત્વનું છે કે આ એમાઉન્ટ અને સમયગાળો કેટલો વધી રહ્યો છે. સાથે જ શું તમે વધી રહેલી ઈએમઆઇનો બોજ ઉઠાવી શકો છે કે નહીં. કારણ કે તેનાથી તમારી નાણાકીય સ્થિત પર ભારે પડી શકે છે. લોન એટલી જ લો, જે તમે ચુકવી શકો. આ સાથે જ તમારી આવકનો અમુક હિસ્સો હંમેશા ઇમર્જન્સી ફંડ માટે રાખો. તમારા દ્વારા લેવામાં આવેલી ટૉપ-અપ તમારા ઇમર્જન્સી ફંડ પર પણ ભારે પડવી જોઇએ નહીં.