Payal Goti: દિકરીના ચીરહરણ કરવામાં ગુજરાત સરકાર અને અમરેલી પોલીસ જવાબદાર – જેની ઠુમ્મર

Payal Goti: અમરેલી ભાજપના આંતરિક વિવાદમાં પાટીદાર સમાજના અપરણીત દિકરીને રાત્રે 12:00 વાગ્યે ધરપકડ કરીને અમરેલી (Amreli) શહેરના મુખ્ય રસ્તાપર સરઘસ કાઢતા સમગ્ર ગુજરાતમમાં મોટો વિવાદ થયો છે.આ મુદ્દે પરેશ ધાનાણીએ અમરેલીમાં ચર્ચાના ચોકમાં ભાજપ સરકાર સામે આંદોલન માડ્યું હતું.જેમાં કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રંસગે જેની ઠુમ્મર (Jeni thummar), વિરજી ઠુમ્મર, પ્રતાપ દુધાત સહિત અનેક અગ્રણી હાજર રહ્યા હતા.આજે વહેલી સવારથી અમરેલીના ચોરામાં 24 કલાકની ભૂખ હડતાલ પર ઉતરીયા છે. જેમા જેની ઠુમ્મરે (Jeni thummar) પાટીદાર દિકરીનું અપમાન કેમ કરવામાં આવ્યું? તે બાબતે ભાજપ સરકાર,ગુજરાત પોલીસ તથા અમરેલી પોલીસને જવાબ આપવાના છે.

દિકરીની શા માટે ધરપકડ કરી?

પોલીસ પોતાની ભૂલ સ્વીકરવાને બદલે ગોળ ગોળ ફેરવા sitની રચના કરે છે. પોલીસ અડધી રાત્રે દિકરીનું મેડિકલ ચેકઅપ કરવા આવે છે.અમેરલીમાં કઈ એવી મેડિકલ ટીમ છે જે 29 ડિસ્મેબરે મારેલા પટ્ટા 7 જાન્યુઆરીએ સાબિત કરી આપે.આ બધા પરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે સમગ્ર ઘટનાને દબાવામાં આવી રહી છે. પોલીસ અને આખું તંત્ર સ્પષ્ટ્ર રીતે ભૂલ કરી રહ્યું છે.દિકરીને ન્યાય અપાવા માટે તમામે સાથે આવવાની જરૂર હતી.પરંતુ ભાજપ સરકારે આમા પણ ભૂલ કરી દિધી હતી. સમગ્ર ઘટના બાદ અમરેલી કોંગ્રેસને અમરેલી પોલીસ પર ભરોસો રહ્યો નથી.ભાજપ સરકારે ભૂલ સ્વીકારવી જોઈએ. સાથે સાથે દિકરીની માફિ માંગવી જોઈએ.આ ઉપરાંત ગુજરાતની પણ માફિ માંગવી જોઈએ.દિકરીની શા માટે ધરપકડ કરી?, સરઘસ કેમ કાઢવામાં આવ્યું?,દિકરીને પટ્ટા કેમ મારવામાં આવ્યા? આ તમામ પર ભાજપ સરકાર અને ગુજરાત પોલીસ તથા અમરેલી પોલીસને જવાબ આપવાના છે.

શું કહ્યું લલિત કગથરાએ

લલીત કગથરાએ અમરેલીના ચોકમાં કહ્યું આ રાજકારણની વાત નથી.આ પટેલ કે અન્ય સમાજની વાત નથી.સમગ્ર ગુજરાતમાં રહેતી દિકરીઓને સ્વાભીમાનની અને ન્યાઅ અપાવાની વાત છે.દિકરીને રાત્રે 12 વાગ્યે ધરપકડ કરે અને સરઘસ કાંઠે તો કોની પાસે ન્યાય માંગવા જાવું.ગુજરાતની તમામ દિકરીને ન્યાય અપવા માટે સ્વાભીમાન માટે આંદોલન પર ઉતરીયા છે.જે રીતે અમરેલીની પોલીસ ભાજપના એજન્ટ બની કામ કર્યું છે. એક માત્ર ધારાસભ્યના ઈશારે કામ કર્યું છે. એ પોલીસની સામે પગલા ભરાય તેવી માંગ કરી છે.દિકરીને ખુલા મોઢે સરઘસ કાઢવું તે હળાહળ અન્યાય છે.આ દિકરીને ન્યાય નહીં મળે ત્યા સુધી આ સ્વાભીમાન આંદોલન ચાલુ રહેશે.

 

 

Scroll to Top