Payal Goti: અમરેલી ભાજપના આંતરિક વિવાદમાં પાટીદાર સમાજના અપરણીત દિકરીને રાત્રે 12:00 વાગ્યે ધરપકડ કરીને અમરેલી (Amreli) શહેરના મુખ્ય રસ્તાપર સરઘસ કાઢતા સમગ્ર ગુજરાતમમાં મોટો વિવાદ થયો છે.જેમાં ગઈકાલે લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા ૩ પોલીસ કર્મચારીઓને ફરજમાં બેદરકારી અને નિષ્કાળજી બદલ પોલીસ અધિક્ષકે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જ્યારે આજે પૂર્વ અમરેલી (Amreli) ના SP અને SMCના વડા IPS નિર્લિપ્ત રાય (Nirlipta Rai) ને તપાસ સોંપવામાં આવી છે.
અમરેલી કેસની તપાસ SMCને સોંપાઈ
અમરેલી (Amreli) લેટરકાંડ અને સરઘસકાંડની તટસ્થ તપાસ થાય તે માટે IPS નિર્લિપ્ત રાય (Nirlipta Rai) ને તપાસ સોંપવામાં આવી છે.IPS નિર્લિપ્ત રાય આ પહેલા પણ અમરેલી (Amreli) જીલ્લાના SP રહી ચૂક્યા છે. સમગ્ર ઘટનાની તપાસ નિર્લિપ્ત રાય (Nirlipta Rai) કરે તેવી નામ જોગ માંગણી પણ કરવામાં આવી હતી.હવે જ્યારે નિર્લિપ્ત રાય (Nirlipta Rai) ને તપાસ સોંપવામાં આવી છે. ત્યારે જે પણ જવાબદાર અધિકારી અને સરઘસકાંડમાં સામેલ છે તેની તટસ્થ તપાસ કરવામાં આવશે કે નહીં તે તો જોવાનું રહ્યું. આ ઉપરાંત નિર્લિપ્ત રાય (Nirlipta Rai) પર આ હાઈવોલ્ટેજ ડ્રામાને શાંત કરવા મોટી કાર્યવાહી પણ કરી શકે છે.
કોંગ્રેસના વિવિધ નેતાને સુરતમાં અટકાયત
અમરેલી ભાજપના આંતરિક વિવાદમાં પાટીદાર સમાજના અપરણીત દિકરીને રાત્રે 12:00 વાગ્યે ધરપકડ કરીને અમરેલી (Amreli) શહેરના મુખ્ય રસ્તાપર સરઘસ કાઢતા સમગ્ર ગુજરાતમમાં મોટો વિવાદ થયો છે.આ મુદ્દે પરેશ ધાનાણીએ અમરેલીમાં ચર્ચાના ચોકમાં ભાજપ સરકાર સામે આંદોલન માડ્યું હતું.અમરેલીમાં ત્રણ દિવસ આંદોલન કર્યા બાદ આજે સુરતના માનગઢ ચોકમાં વિરોધ સાથે આંદોલન કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ ધરણા પહેલા સુરત પોલીસે અટકાયત કરી હતી. જેના કારણે કોંગ્રેસના આગેવાન વિફરીયા હતા.