Patidar Samaj: આગેવાનો રાજ ઠાકરે સામે ફરિયાદ નોંધાવશે

Patidar Samaj

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ના પ્રમુખ રાજ ઠાકરે દ્વારા કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણી સામે ગુજરાતના મોરબીમાં ઉગ્ર વિરોધ જોવા મળ્યો છે. Patidar Samaj ના આગેવાન અને પાટીદાર યુવા સંઘના પ્રમુખ Manoj Panara ખુલ્લેઆમ મેદાનમાં ઉતરી આવ્યા છે અને Raj Thackeray સામે કડક પગલાં લેવાની માંગ ઉઠાવી છે.

મનોજ પનારાએ કહ્યું કે, “રાજ ઠાકરે જેવા બે કોડીના માણસો ગુજરાતીઓને શું મૂલ્ય આપશે? તેમણે મહારાષ્ટ્રના એક કાર્યક્રમ દરમિયાન અતિ નારાજગીજનક ટિપ્પણીઓ કરી હતી, જે અસંસ્કારી તો છે જ પણ ગુજરાતીઓનો અપમાન છે.” તેમણે જાહેરાત કરી કે મોરબી સીટી A ડિવિઝન પોલીસ મથકે રાજ ઠાકરે સામે ફરિયાદ નોંધાવાશે, અને વધુમાં પાટીદાર યુવા સંઘ સહીત લોકોને જોડાવવા જાહેર અપીલ પણ કરી છે.

આ પણ વાંચો – Umesh Makwana: પૂર્વ શહેર AAP પ્રમુખે લગાવ્યા મોટા આરોપ

પનારાએ તીખા શબ્દોમાં ઠાકરે પર પ્રહાર કરતાં કહ્યું, “આજે રાજ ઠાકરેાની રાજકીય પાર્ટીનું કોઈ વજુદ જ નથી. આવા ટપોરી ટાઇપના લોકો ભાવના ઉશ્કેરવા બફાટ કરતા હોય છે. તેમનો તાત્કાલિક કાબૂ લાવવો જરૂરી છે.” આ ઘટના બાદ મનાઈ રહી છે કે રાજ્યના વિવિધ શહેરોમાં પણ ઠાકરેના વિરોધમાં મોરચા કાઢવામાં આવી શકે છે. પાટીદાર સમાજ અને યુવા સંઘના આગેવાનો લોકોને બુદ્ધિપૂર્વક શાંતિપૂર્ણ વિરોધ માટે એકજુટ થવાની અપીલ કરી રહ્યા છે.

Scroll to Top