ભાવનગરમાં વલ્લભીપુર તાલુકાના કાળા તળાવ ગામમાં Patidar Samaj ખેડૂત અરજણભાઇ દિયોરા પર થયેલા હિંસક હુમલાથી સમગ્ર પાટીદાર સમાજમાં રોષની લાગણી ફાટી નીકળી છે. અસામાજિક તત્વો દ્વારા ખેડૂતને ઢોર માર મારતો લાઈવ વીડિયો સામે આવતા આ ઘટનાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બે શખ્સોએ અરજણભાઈ દિયોરા પર કાળજાવિહોણો હુમલો કર્યો હતો. પહેલાંથી જ કાળા તળાવ ગામના કેટલાક અસામાજિક તત્વો સામે ગામના ખેડૂતો પાસેથી ખંડણી માંગવાના આરોપો સાથે ગુના નોંધાયા હતા. ગ્રામ્ય વિસ્તારોમાં આવા તત્વોની દાદાગીરી વધતા ખેડૂતોમાં ભય અને નારાજગી ફેલાઈ છે.
આ પણ વાંચો – Arjun Modhwadia: દિલ્હીમાં પોરબંદરના વિકાસકાર્યો માટે રજૂૂઆત
આ ઘટનાની તીવ્ર અસર સુરત શહેરમાં પણ જોવા મળી, જ્યાં Patidar Samaj ના આગેવાનો અને યુવાનો એકત્રિત થયા. પાટીદાર સેવા સંઘ દ્વારા કતારગામ વિસ્તારમાં વિશાળ સંકલન બેઠક યોજાઈ, જેમાં વિજય માંગુકિયા, અલ્પેશ કથીરિયા સહિતના અનેક આગેવાનો હાજર રહ્યા. સમાજે ઘટનાનો ઉગ્ર વિરોધ દર્શાવ્યો અને ભવિષ્યમાં આવી ઘટનાને પુનરાવૃત્તિ ન થાય તે માટે તાત્કાલિક પગલાં લેવા માંગણી કરી.



