Patidar Samaj: સુરતના વરાછા વિસ્તારમાં ગણેશ મહોત્સવ દરમ્યાન મોટી બબાલ સર્જાઈ હતી. આ ઘટનાના વીડિયો હવે સામે આવ્યા છે, જેમાં ઉતરાણ પોલીસના અધિકારીઓની ખુલ્લેઆમ ગુંડાગર્દી જોવા મળી રહી છે. મળતી માહિતી મુજબ, 5 સપ્ટેમ્બરનાં રોજ થયેલી આ બબાલ દરમિયાન PI દિગ્વિજયસિંહ બારડ, PSI ધાંધલ અને PSI બલદાણીયા પર ગુંડાગર્દીનો આક્ષેપ થયો છે. વીડિયો ક્લિપ્સમાં પાટીદાર યુવાનો પર સીધો હુમલો તથા લાઠીચાર્જ કરવામાં આવ્યો હોવાનું જોવા મળે છે.
આ પણ વાંચો – Nepal Protest: સરકારના કાબુ બહાર છે દેશ
Patidar Samaj: Surat ની ઘટનામાં ખોડલધામના નેતા અલ્પેશ કથીરિયા સહિત અનેક યુવાનોને નિશાન બનાવવામાં આવ્યા હતા. જાણવા મળ્યું છે કે આ બબાલનો માહોલ અલ્પેશ કથીરિયા ગ્રુપ અને સુદામા ગ્રુપ વચ્ચે ઉભો થયો હતો, જે બાદ પોલીસનો કડક દંડાત્મક અભિગમ જોવા મળ્યો હતો. પછીથી મામલો ગંભીર બનતાં પોલીસ સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. અંતે, બંને પક્ષો વચ્ચે ઉચ્ચ અધિકારીઓની મધ્યસ્થીથી સમાધાન કરાવાયું હોવાનું સુત્રો જણાવે છે. આ ઘટનાએ ફરી એકવાર સુરત પોલીસની કામગીરી અને વર્તન અંગે સવાલો ઉભા કર્યા છે. વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં લોકચર્ચાનો વિષય બની રહ્યો છે.



