Patidar Samaj ની બેઠક બાદ Manoj Panara એ ન્યૂઝરૂમ ગુજરાત સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, જ્યારે આ વાત ઊભી થઈને એ પહેલા જ અમારા કન્વીનર છે ગોધરાના નીરવ પટેલ એમણે કીધું કે પટેલ ભાઈ-ભાઈને મારે એમ ત્યાં કહેવત છે. તો આ જ વાત એ 20 મિનિટ પછી સાબિત કરી દીધી. અમુક મિત્રોએ કોઈના કહેવાથી ત્યાં આવીને આમંત્રણ અમને કેમ નથી આપ્યું અથવા તો આમને કેમ નથી આપ્યું એમનું આંદોલનમાં યોગદાન ખૂબ છે. આવો એક વિષય ઊભો કર્યો ત્યારે મેં કીધું કે આમાં કોઈને આમંત્રણ આપવામાં નથી આવ્યું. આ માત્ર ને માત્ર સામૂહિક રીતે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકીને બધાને બોલાવવામાં આવ્યા છે. સ્વયંભુ જેને સમાજનું કામ કરવું છે, જેને સમાજની ચિંતા છે એવા લોકો અહીંયા પધાર્યા છે.
Patidar Samaj: મનોજ પનારા થયા લાલઘૂમ
