મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ Raj Thackeray દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ અને પૂર્વ વડાપ્રધાનને લઈને કરાયેલ વિવાદાસ્પદ ટિપ્પણી સામે મોરબીમાં ભારે વિરોધ દર્શાવવામાં આવ્યો છે. પાટીદાર યુવા સંઘના બેનર હેઠળ Patidar Samaj ના આગેવાનો અને યુવાનો મોરબી સીટી A ડિવિઝન પોલીસ મથકે પહોંચી રજૂઆત કરી હતી.
Patidar Samaj ના પ્રભાવશાળી આગેવાન Manoj Panara એ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “રાજ ઠાકરે જેવા બે કોડીના નેતાઓ માત્ર રાજકીય માઇલેજ મેળવવા માટે આવું વિવાદ ઊભું કરે છે. તેઓ સરદાર પટેલ જેવા રાષ્ટ્રપિતાનું મૂલ્યાંકન કરવાની લાયકાત રાખતા નથી.” વિરોધકારીઓએ “જય સરદાર” અને “સરદારનું અપમાન નહીં સહેં” જેવા નારાઓ સાથે ઠાકરે વિરુદ્ધ કડક આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ વિરોધ માત્ર કોઈ વ્યક્તિ વિરુદ્ધ નહીં પરંતુ ગુજરાતના ગૌરવ અને વારસાની રક્ષા માટે હોવાનું મનોજ પનારાએ જણાવ્યું હતું.
આ પણ વાંચો – Liquor Party: દારૂની મહેફિલ પર પોલીસના દરોડા
તેમણે વધુમાં ઉમેર્યું કે, “ઠાકરે જેવા ટપોરી ટાઈપના નેતાઓને હવે જવાબદેહી બનાવી દેવાની જરૂર છે. આવા કિસ્સાઓ ફરીથી ન થાય તે માટે કાનૂની કાર્યવાહી અને ગુજરાત પ્રવેશ પર પ્રતિબંધની માંગ સાથે અમે પોલીસમાં રજૂઆત કરી છે.” મનોજ પનારાએ રાજ ઠાકરેની રાજકીય પાર્ટી પર પણ પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, “તેમની પાર્ટીનું હવે કોઈ વजूद જ રહ્યું નથી. એટલે આવા શખ્સો આજે મંચ મેળવવા માટે વિવાદાસ્પદ નિવેદનો કરે છે.” આ સમગ્ર ઘટનાક્રમે સરદાર પટેલ જેવા મહાન નેતાને અપમાનીત કરવાનો પ્રયાસ કર્યો હોવાનું કહી પાટીદાર સમાજે ચેતવણી આપી છે કે, આવી હરકતો સહન નહીં કરવામાં આવે અને તાત્કાલિક કડક પગલાં લેવાશે.