સુરત શહેરમાં આજે Patidar Samaj ને કોંગ્રેસ સાથે ફરીથી જોડવાનો પ્રયાસ કરતાં એક મહત્વપૂર્ણ Patidar Samaj ની વિમર્શ બેઠક યોજાઈ હતી. સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત આ બેઠક યોગીચોક વિસ્તારમાં રાખવામાં આવી હતી, જ્યાં શહેરભરના અનેક પાટીદાર આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. બેઠક દરમિયાન પાટીદાર સમાજના વિવિધ પ્રશ્નો, નાગરિક સમસ્યાઓ અને રાજકીય ભાગીદારી અંગે વિગતવાર ચર્ચાઓ કરવામાં આવી.
કોંગ્રેસના નેતાઓએ પાટીદાર સમાજ સાથેના સંબંધોને ફરી મજબૂત બનાવવા માટે પોતાના વિચારો રજૂ કર્યા અને સુરત મનપાની આગામી ચૂંટણીમાં સમાજના સમર્થન માટે આગેવાનો પાસેથી સૂચનો પણ આમંત્રિત કર્યા. પાર્ટી સૂત્રોએ જણાવ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં કોંગ્રેસથી દૂર ગયેલા પાટીદાર સમાજને ફરી સાથે લાવવાનો આ પ્રયાસ રાજકીય રીતે મહત્વપૂર્ણ છે. બેઠકમાં પાટીદાર સમાજના યુવાનો, મહિલાઓ તથા વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિ જોવા મળી હતી. કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું કે પાટીદાર સમાજ હંમેશા સમાજ સુધારણા અને લોકશાહી મૂલ્યોમાં વિશ્વાસ રાખે છે, અને આગામી ચૂંટણીમાં તેમની ભૂમિકા નિર્ણાયક રહેશે.
આ પણ વાંચો – Chaitar Vasava: લોકોની ફરિયાદ મુદ્દે અધિકારીને જાહેરમાં કર્યો ફોન



